રાજકોટના કોટેચા, જ્યુબિલી ચોક, રૈયા રોડ સહિતના 35 રસ્તે પથરાશે LED લાઈટના અજવાળા પથરાશે
રાજકોટમાં હવે આખી રાત વાહનોની અવર-જવર રહેતી હોય લગભગ દરેક વિસ્તારમાં એલઈડી લાઈટની જરૂરિયાત ઉભી થઈ છે. વળી, અમુક વિસ્તારોમાં વર્ષો પહેલાં લાઈટ ફિટિંગ કરવામાં આવી હોય તેમાંથી અમુક લાઈટ બગડી ગઈ છે તો અમુક અત્યંત જૂની થઈ ગઈ હોવાની પૂરતો પ્રકાશ ફેંકી શકતી ન હોય હવે અલગ-અલગ 35 રોડ ઉપર 41180 મીટરના સેન્ટ્રલ ડિવાઈડરમાં LED લાઈટ પાથરવાનો નિર્ણય લઈ ફટાફટ કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

જે રસ્તા ઉપર LED લાઈટ ફિટ કરવામાં આવનાર છે તેમાં હનુમાન મઢીથી રૈયા સર્કલ, કોટેચા ચોકથી એસ.એન.કે.ચોક, લાખના બંગલાવાળો રોડ, મોટામવા સ્મશાનથી કટારિયા સર્કલ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રોડ, વિશ્વેશ્વર મંદિરથી મવડી ચોક, ચુનારાવાડ ચોકથી દૂધસાગર રોડ, દોશી હોસ્પિટલથી જૂના જકાતનાકા, ગોંડલ રોડથી ગોકુલધામ રોડ, કાંતા સ્ત્રી વિકાસ ગૃહથી નાગરિક બેન્ક (ગોંડલ રોડ), જ્યુબિલી ગેઈટથી જ્યુબિલી ચોક, મહિલા કોલેજ ચોકથી કિસાનપરા સર્કલ સહિતના 35 રસ્તાઓ સમાવિષ્ટ છે.
આ પણ વાંચો : Bihar Voter List Revision : મતદાર રિવિઝન પ્રક્રિયા પર હાલમાં કોઈ રોક નહી : સુપ્રીમ કોર્ટે ચુંટણી પંચને આપી રાહત
આ પૈકી અનેક રસ્તાઓ ઉપર LED લાઈટ ફિટ કરવાનુંકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જરૂર પડ્યે શહેરના અલગ-અલગ સર્કલ ઉપર હાઈમાસ્ટ ટાવર ઉભા કરવાનું પણ તંત્ર દ્વારા જણાવાયું હતું.