Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટહોમ

કારી’ગરી ન ફાવી: રાજકોટના નાના મવાનું ગ્રાઉન્ડ મેળવનાર પાસેથી પૂરું ભાડું વસૂલાશે !!

Sat, September 28 2024
  • તંત્રની તિજોરીને (જાણીજોઈને) જઈ રહેલું લાખો રૂપિયાનું નુકસાન વોઈસ ઓફ ડે'એ અટકાવ્યું
  • અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ૩૮૦૦ ચો.મી. કરતાં વધુ જગ્યાના વપરાશનો ચાર્જ ચૂકવવા અરજી કરતાં આજે ટીમ જઈને માપણી કરશે’ને તેના પ્રમાણે ૬.૫૦ રૂપિયા પ્રતિ ચો.મી.દીઠ ચાર્જ વસૂલાશે
  • મ્યુનિ.કમિશનરે ડે.મ્યુ.કમિશનર હર્ષદ પટેલને તપાસ સોંપ્યા બાદ ઈન્ચાર્જ એસ્ટેટ ઓફિસર દીપેન ડોડિયાએ શરૂ કરાવ્યું ચેકિંગ


જો તમારા ટોચ કક્ષાના નેતાઓ સુધી છેડા' હોય તો મહાપાલિકા સહિતના સરકારી તંત્ર ઘૂંટણીયે પડી જ જશે તેવો શિરસ્તો ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે. તંત્રની તીજોરીને આવું જ એક (જાણીજોઈને) મોટું નુકસાન તંત્રની તીજોરીને પહોંચાડવામાં આવી રહ્યાની કારીગરીવોઈસ ઓફ ડે’એ પકડી પાડી તેને ઉજાગર કરતાં તંત્રવાહકોમાં દોડધામ થઈ પડી હતી. રાજકોટમાં અર્વાચીન રાસોત્સવ ઠેકઠેકાણે થઈ રહ્યા હોવાથી ગ્રાઉન્ડ ભાડે મેળવવા માટે પડાપડી થવી સ્વાભાવિક છે. આ બધાની વચ્ચે યુનિટી ફાઉન્ડેશન (હરેશ કાનાણી) દ્વારા પાણીના ભાવે નાનામવા પાસે સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ ઉપરનું ૧૩૦૦૦ ચોરસ મીટરનું ગ્રાઉન્ડ ભાડે મેળવી લેવાયું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતાં તપાસનો આદેશ આપીને મ્યુ.કમિશનર દ્વારા ગ્રાઉન્ડનું પૂરું ભાડું વસૂલવા આદેશ અપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.


પ્રાપ્ત વિગતો મુજબ ઉપરોક્ત ગ્રાઉન્ડ હરેશ કાનાણી નામની વ્યક્તિ દ્વારા માત્ર ૨,૨૧,૯૫૮ રૂપિયામાં ભાડે મેળવી લેવાયું હતું. કાનાણી દ્વારા જ્યારે ગ્રાઉન્ડ ભાડે લેવા માટેની અરજી કરવામાં આવી ત્યારે તેમાં ૧૩૦૦૦ ચોરસમીટરમાંથી ૩૮૦૦ ચોરસમીટર જગ્યાનો જ વપરાશ કરવામાં આવશે તેવો ઉલ્લેખ કર્યો હતો પરંતુ વોઈસ ઓફ ડે' દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સતસવીર અહેવાલમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું કે ગ્રાઉન્ડનો વપરાશ ૩૮૦૦ ચોરસમીટર નહીં બલ્કે પૂરેપૂરો કરવામાં આવી રહ્યો છે. આ કારીગરી’ સામે આવતાં જ મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈએ ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલને તપાસ સોંપ્યા બાદ તેમણે ગ્રાઉન્ડનો વાસ્તવિક રીતે કેટલો વપરાશ થયો છે તે અંગે ઈન્ચાર્જ એસ્ટેટ ઓફિસર દીપેન ડોડિયા સહિતની ટીમને દોડાવી હતી.


જો કે વોઈસ ઓફ ડે'માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ હરેશ કાનાણી દ્વારા ફટાફટ બીજી અરજી કરી દેવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે ૩૮૦૦ ચોરસમીટર નહીં બલ્કે ગ્રાઉન્ડની વધુ જગ્યાનો વપરાશ કરવામાં આવી રહ્યો હોવાથી જેટલી જગ્યાનો વધારાનો વપરાશ થયો છે તેની માપણી કરવામાં આવે ! આ અરજી મળ્યા બાદ મહાપાલિકાની ટીમ દ્વારા આજે ગ્રાઉન્ડની મુલાકાત લઈને ૩૮૦૦ ઉપરાંત કેટલી જગ્યાનો વપરાશ થઈ રહ્યો છે તેની માપણી કરાશે અને તે થઈ ગયા બાદ વધારાની જગ્યાનો પ્રતિ ચોરસમીટર ૬.૫૦ રૂપિયા લેખે ચાર્જ વસૂલવામાં આવનાર હોવાનું ઈન્ચાર્જ એસ્ટેટ ઓફિસર દીપેન ડોડિયાએવોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જો `વોઈસ ઓફ ડે’ દ્વારા આ મુદ્દો પ્રકાશિત જ ન કર્યો હોત તો સંભવત: ૩૮૦૦ ચોરસમીટર જગ્યાનું ૨,૨૧,૯૫૮ રૂપિયા ભાડું ભરીને આખા ગ્રાઉન્ડનો વપરાશ કરી લેવામાં આવ્યો હતો જેના કારણે તંત્રની તીજોરીને લાખો રૂપિયાનું નુકસાન ગયું હોત પરંતુ એવું થવા દેવામાં આવ્યું નથી.

આવતાં વર્ષથી ગ્રાઉન્ડને હરાજીમાં મુકાશે
મહાપાલિકા દ્વારા દર વર્ષે નવરાત્રિ સહિતના તહેવારોમાં વિવિધ ગ્રાઉન્ડ હરાજી મારફતે ભાડે આપવામાં આવે છે. નવરાત્રિની વાત કરવામાં આવે તો આ વર્ષે પાંચ ગ્રાઉન્ડ ભાડે અપાયા છે તે અને તે પેટે મહાપાલિકાને અડધા કરોડથી વધુની આવક થવા પામી છે. જો કે `અમુક’ કારણવશ ઉપરોક્ત ગ્રાઉન્ડને હરાજી થકી ભાડે મુકવામાં આવતું ન હોય તેને લઈને અનેક શંકાઓ પણ ઉભી થઈ રહી હોવાથી મહાપાલિકા દ્વારા આવતાં વર્ષથી ઉપરોક્ત ગ્રાઉન્ડને પણ હરાજી મારફતે જ ભાડે આપવામાં આવનાર હોવાનો નિર્ણય લેવાઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

દાહોદના રાછરડા ગામે દિવાલ ધરાશાયી થતાં ઘરમાં સૂતેલી માતા અને 2 બાળક દટાયા : એક બાળકનું, અન્ય 2 સારવાર હેઠળ

Next

અમદાવાદમાં 18 PI-૨૦ PSIની આંતરિક બદલી : : રાજકોટ ફરજ બજાવી ગયેલા ભુંકણને સોલા, એમ.બી.નકુમની સાયબર ક્રાઈમમાં બદલી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટમાં કોરોનાના નવા વેરીએન્ટે લીધો પ્રથમ ભોગ: સિવિલ હોસ્પિટલમાં દાખલ 55 વર્ષીય વૃદ્ધનું મોત: મૃતકને ડાયાબિટીસ સહિતની બીમારીઓ હતી
20 મિનિટutes પહેલા
15 વર્ષના ટેણિયાનું ગજબ ‘તોફાની’ દિમાગ! પિતાએ ઠપકો આપતાં દુકાનમાંથી રૂ.55 હજાર લઈને રાજકોટથી છેક દિલ્હી પહોંચ્યો, વાંચો શું છે સમગ્ર ઘટના
24 મિનિટutes પહેલા
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
1 કલાક પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

અદાણી જુથને ફરી શું લાગ્યો ઝટકો ? આંધ્ર સરકાર શું કરશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો : સજા સામે સ્ટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
અહેમદપુર માંડવી બ્લુ ફ્લેગ બીચ ઉપર કલેકટરનું સરપ્રાઈઝ ચેકિંગ
ગુજરાત
7 મહિના પહેલા
લદાખમાં આર્મીનું વાહન ખાઈમાં ગબડી પડતા 9 જવાનોના મૃત્યુ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર