જુનાગઢ : માળિયા હાટીનાના ભંડુરી પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત, 5 વિદ્યાર્થી સહિત 7 લોકોને કાળ ભરખી ગયો
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના જુનાગઢમાં સામે આવી છે જેમાં જૂનાગઢના માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત થતાં ૫ વિદ્યાર્થી સહિત ૭ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માત બાદ કારમાં આગ લાગતા ગેસનો બાટલો ફાટતા રોડની બાજુમાં રહેલ ઝુપડામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. હતી ત્યારે ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં બનાવસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આજે સવારે 9:00 વાગ્યા માળીયાહાટીના તાલુકાના ભંડુરી નજીક જુનાગઢ સોમનાથ નેશનલ હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચેના ગમખ્વારમાં પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત થયા હોવાનું સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઇ હતી અને ગેસનો બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી.અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.