જુનાગઢમાં એક મકાનમાં ગેસ લીકેજ થાય બાદ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે જેમાં એક ભૂલ ને પરિવારના 4 સભ્યો દાઝી ગયા હતા. જૂનાગઢમાં રસોડામાં ગેસનું રેગ્યુલેટર ચાલુ રહી ગયું, લાઈટ ઓન કરતા જ થયો જોરદાર બ્લાસ્ટ થતાં બાળક સહિત પરિવારના ચાર લોકો દાઝી ગયા છે ત્યારે ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે જ્યાં તબીબો દ્વારા વધુ સારવાર હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના જુનાગઢના ગણેશનગર વિસ્તારની છે જ્યાં ગેસ લીકેજ થાય બાદ બ્લાસ્ટ થયાનો બનાવ સામે આવ્યો છે. ગતરાત્રિના આસપાસ એક મકાનમાં ગેસના બાટલનું રેગ્યુલર ભૂલથી ચાલુ રહી જતા બ્લાસ્ટ થયો હતો. જેથી એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા. ત્યારે પરિવારના સભ્યોને પ્રથમ જુનાગઢ સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે વહેલી સવારના 4 કલાકે રાજકોટ ખસેડવા આવ્યા હતા.
કટારીયા પરિવારના મકાનમાં રસોડામાં ગેસનું રેગ્યુલેટર ચાલુ રહી ગયું અને બારી દરવાજા બંધ હતા જેથી ગેસ રસોડામાં ફેલાઈ ગયો હતો અને અચાનક જ રસોડાની લાઇટ ચાલુ કરતાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ધડાકો અને ચીસાચીસથી આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને રસોડામાં આગ-ધુમાડા નિહાળી ફાયરબ્રીગેડને જાણ કરી હતી. પરિવારના સભ્યો ગંભીર રીતે દાઝી જતાં જુનાગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવેલ ત્યાંથી વહેલી સવારે 4 કલાકે વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ છે.