રાજકોટથી બોલીવુડ સુધીની સફર: ‘હાફ CA’માં પ્રીત કામાણીની ધૂમ, હવે ‘હીર એક્સપ્રેસ’થી લોકોના દિલ જીતશે
હાઈએસ્ટ વ્યુર્સ સાથે ધૂમ મચાવી રહેલી “હાફ સી.એ.”વેબસિરિઝનો તેજસ હવે “હીર એક્સપ્રેસ”માં રોનીનાં પાત્રમાં લવસ્ટોરી અને ફેમિલી ડ્રામા સાથે દર્શકોનાં દિલમાં રાજ કરવા આવી રહ્યો છે.રાજકોટનાં પુત્ર પ્રીત કામાણીએ બોલીવુડ,ઓટીટી, એડવર્ટાઝિંગમાં પોતાનાં અભિનયથી ઓડિયન્સને “પ્રીત” લગાવી દીધી છે.ખૂબ જ ઓછા સમયમાં અત્યાર સુધીમાં 5 હિન્દી ફિલ્મો એ પણ મોટા બેનરમાં સૂરજ બડજાત્યાની “હમ ચાર” ત્યારબાદ મિડલ કલાસ લવ,જર્સી,મસ્કા અને હવે પ્રીત કામાણી “હીર એક્સપ્રેસ” લઈને આવી રહ્યો છે.આવતીકાલે ડિરેક્ટર ઉમેશ શુકલાની ફિલ્મ “હીર એક્સપ્રેસ”સીનેમઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
પ્રીત કામાણીએ “વોઇસ ઓફ ડે”ને આપેલાં ટેલિફોનિક ઇન્ટરીવ્યુમાં પોતાનાનાં ડ્રિમ પ્રોજેકટ વિશે કહ્યું કે,થ્રિ ઇડિયટ, મુન્નાભાઈ એમ.બી.બી.એસ.જેવી ફિલ્મ,ડિરેક્ટર રાજકુમાર હિરાણી સાથે કામ કરવું અને અભિતાભ બચ્ચન સાથે અભિનય આપવાનું સ્વપ્ન છે.એક ફિલ્મ એવી કરવી છે કે જે ખુદ અને ઓડિયન્સને એક સાથે પસંદ પડે.વોડાફોન,મારુતિ સહિત અનેક એડવર્ટાઝિંગમાં કામ કરી ફિલ્મોમાં ધમાકેદાર એન્ટ્રી કરી દર્શકોનાં દિલમાં છવાઈ ગયેલાં રાજકોટનો પ્રીત ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મોમાં જોવા મળશે.
હાલમાં તમે એને રાજકોટના ડોક્ટર સ્મિત જનકભાઈ ઠક્કર ના ઓર્નાસ્કિનનાં રાજકોટના રાજમાર્ગો ઉપર લાગેલા હોર્ડિંગ બોર્ડ માં જોતા હશો અને આ એ જ આપણો ગુજરાતી દીકરો ફરીથી એક ખુબ સુંદર અને સ્વચ્છ મનોરંજક ફિલ્મ “હીર એક્સપ્રેસ” લઈને તારીખ 12 સપ્ટેમ્બર ના રોજ સિનેમાઘર માં આવી રહ્યો છે આ ફિલ્મ પણ એના હૃદયની નજીક છે, સંપૂર્ણ ફિલ્મ લંડનમાં શૂટ કરી છે અને બોલીવુડના મહારથી દિગ્દર્શક અને નેશનલ એવોર્ડ વિનર તેમજ ઓહ માય ગોડ (પાર્ટ 1) તેમજ અમિતાભ અને રિશીકપૂર અભિનીત 102 નોટ આઉટ ફિલ્મ બનાવનાર ઉમેશ શુક્લા દ્વારા દિગ્દર્શિત થયેલ છે. ફિલ્મમાં ગીતો પણ ખુબ જ પ્રચલિત થયા છે અને તનિષ્ક બાગચીનું મ્યુઝિક છે. ફિલ્મમાં પંજાબી નવી હિરોઈન દિવિતા જુનેજા લોન્ચ થઇ રહી છે અને દિવિતાના પાત્ર ની આસપાસ આખી વાર્તા છે તેમજ દિગ્ગજ કલાકાર આશુતોષ રાણા , ગુલશન ગ્રોવર અને સંજય મિશ્રા એ પણ ફિલ્મમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
પ્રીત કામાણી એ પોતાની પ્રથમ ફિલ્મ સૂરજ બરજાત્યા ના રાજશ્રી પ્રોડક્શન હેઠળ હમ ચાર નામની ફિલ્મ કરી,દરમ્યાન પ્રીત કોલેજના બીજા વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો,રાજશ્રી પ્રોડક્શન એ એના માટે 6 મહિના પ્રતીક્ષા કરી અને જયારે એનો અભ્યાસ પૂર્ણ થયો બાદ 2019માં પ્રીતની પ્રથમ ફિલ્મ હમ ચાર થીયેટર્સ માં રજૂ થઇ , ત્યાર પછી લોકડાઉન સમયે મનીષા કોઈરાલા અને જાવેદ જાફરી સાથેની નેટફ્લિક્સ ની એક ઔર મુવી – મસ્કા રજૂ થઇ જેમાં પ્રીતના અભિનયના ભરપૂર વખાણ થયા અને લોકોએ એની પ્રતિભાની નોંધ લીધી ત્યારબાદ પ્રીતને સ્વચ્છ ભારત અભિયાન ની ફિલ્મ તો કબ ? ના ડિરેક્શન અને રાઇટિંગ માટે એવોર્ડ મળ્યો … આમ પ્રીત મજબૂત અભિનય યાત્રા ખુબ પ્રગતિ કરી રહી છે.પ્રીત એક ટેલેન્ટેડ એક્ટર છે અને એનામાં ફિલ્મની વાર્તા સમજવાની જબરદસ્ત તાકાત છે જેના લીધે એ ઘણા પ્રોજેક્ટ છોડી દે છે, પ્રીતના પપ્પા હિરેન કામાણી જ પ્રીતનું બધું મેનેજમેન્ટ સંભાળે છે.
આ પણ વાંચો :દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો : વેરાવળ સેશન્સ કોર્ટે જામીન કર્યા રદ, પોલીસ સમક્ષ હાજર થવું પડશે
પેપ્સી,ટાટા સ્કાય,કેડબરી સહિત 80 જેટલી એડ ફિલ્મમાં અભિનયનાં ઓજસ પાથર્યા
એડવર્ટાઇઝિંગમાં દિલચશ્પી ધરાવતો પ્રીત સૌ પ્રથમ એડ ફિલ્મોમાં કામ શરુ કર્યું અને આશરે 80 થી વધારે એડ ફિલ્મોમાં તમે એને જોયો હશે.જેમ – કે, પેપ્સી , ટાટા સ્કાય, સેન્ટર ફ્રેશ, કેડબરી, બુમર જેવી અનેક બ્રાન્ડની એડ કરીને જે બોલે તો જાદૂ, શક્તિમાન જેવા સિરિયલ પ્રોજેક્ટ્સમાં પોતાનો અભિનય પાથર્યો છે.
કેન્સ ફેસ્ટિવલ સુધી પહોંચી ચુક્યો છે પ્રીત કામાણી
પ્રીત દ્વારા હમણાં જૂન 2025 માં ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઇતિહાસ પણ બનાવ્યો છે, કેન્સ ફેસ્ટિવલમાં એઈટ કરીને એક પ્લેટફોર્મ છે જેમાં 40mm માં વન શોટ શોર્ટ ફિલ્મ બનાવવાની હોય છે. પ્રીત દ્વારા અભિનીત, પ્રોડ્યુસ અને નિહાર પાલવે દ્વારા દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ ને (8) ફિલ્મો માં પસંદગી પામીને પ્રસારિત કરવામાં આવી હતીઅને પ્રીત અને એની ટિમ કેન્સ ફેસ્ટિવલમાં આમન્ત્રિત હતી અને કેન્સમાં પોતાની અભિનયનો ઓજસ પ્રદર્શિત કરી આવેલ પ્રીત બે વખત ટેડ એક્સમાં આમંત્રિત થયેલ પ્રીત યુવા લોકોના હૃદયમાં કૈંક અનેરું જ સ્થાન મેળવી ચુક્યો છે. સોસીયલ મીડિયામાં પણ પ્રીત જરાપણ પાછળ નથી સંપૂર્ણ ઓર્ગેનિક ફોલોઅર્સ આશરે એક લાખ 68 હજાર નું બહોળું ઇન્સ્ટાગ્રામ પેજ ધરાવે છે .
