રાજકોટમાં જ્વેલર્સ પતિનું ભાભી સાથે અફેર, પત્નીએ સાસુને વાત કરી તો કહ્યું, આવું તો ચાલ્યા કરે ! વાંચો સમગ્ર ઘટના
રાજકોટમાં મહિલા ત્રાસની ફરિયાદમાં ચિંતાજનક હદે વધારો થઈ ગયો હોય તે પ્રકારે દરરોજ આ અંગેની રાવ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. આવી જ એક ફરિયાદ ગોકુલધામ આવાસ યોજનામાં રહેતી મહિલાએ નોંધાવતાં જણાવ્યું કે તેના પતિનું ભાભી સાથે અફેયર હોવાની વાત સાસુને કરી તો તેમણે આવું તો ચાલ્યા કરે કહી વાતને અવગણી હતી સાથે સાથે સાસુ, પતિ,સસરા સહિતનાએ અનહદ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ અંગે દીપિકાબેન ઝીંઝુવાડિયાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના પતિ પ્રકાશભાઈ કે જેમને જ્વેલર્સનો શો-રૂમ છે તેની સાથે 2019માં લગ્ન થયા હતા. આ પછી સાત મહિના સુધી બધું સરખું ચાલ્યા બાદ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પ્રેગ્નેન્સીના પાંચ મહિના દરમિયાન તબિયત સારી રહેતી ન હોવાથી પતિ અને સાસરિયાઓએ તું મંદ બુદ્ધિની છો એમ કહી માવતરે મુકી ગયા હતા. ત્યારબાદ ફરી સાસરે લાવ્યા બાદ દીપિકાબેન પડી જતાં તેમને ઈજાઓ થઈ હતી. જો કે પતિએ પોતાની પાસે ખર્ચના પૈસા ન હોવાનું કહી દવાખાને લઈ જવાનું ટાળ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પતિ પ્રકાશને જેઠાણી સાથે આડાસંબંધ ચાલી રહ્યાની વાત સાસુને કરી તો તેમણે `આવું બધું તો ચાલ્યા કરે’ કહી વાત ટાળી દીધી હતી. આટલું ઓછું હોય તેમ સસરાએ પણ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. દીપિકાબેનને જુડવા બાળકોનો જન્મ થતા દવાખાનાનો ખર્ચ પણ તેમના પિયરપક્ષ તરફથી કરવામાં આવ્યો હનો અને તેમને સાસરિયાઓ ઘષર પણ લઈ ગયા ન્હોતા. બે વર્ષ પછી સાસરિયાઓ તેડી ગયા બાદ પંદર દિવસ સાસરિયામાં રહી હતી પરંતુ ફરી ઝઘડા શરૂ કરી દીધા હતા. આ પછી જેઠાણીની ચઢામણીથી પતિ પણ માર મારતો હોય કંટાળીને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
