Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલરાજકોટ

જાન હૈ તો જહાન હૈ…પહલગામ આતંકી હુમલાના પગલે દિવાળી સુધી કાશ્મીરનાં બુકીંગ ‘કેન્સલ’ !

Thu, April 24 2025

વર્ષો બાદ કાશ્મીર માટે મોટી સંખ્યામાં સહેલાણીઓએ બુકીંગ કરાવ્યા હતા.આ વર્ષે દિવાળી સુધી સૌથી વધુ જમ્મુ-કાશ્મીરનાં હાઉસફુલ બુકીંગ થયાં છે પણ મંગળવારે પહલગામમાં થયેલી આતંકી હુમલાની ઘટનાને પગલે ટુરિઝમ સેકટરની દિશા પલટાઈ છે.24 કલાકમાં રાજકોટ સહિત ગુજરાતમાંથી ઘડાઘડ કાશ્મીર માટેના પ્રવાસ કેન્સલ થવા લાગ્યા છે. ટ્રાવેલ ઓપરેટરોના જણાવ્યા અનુસાર, બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યારથી ફરવાની મોસમ શરૂ થઈ ગઈ હતી ખાસ કરીને જમ્મુ કાશ્મીર માટે દિવાળી સુધીના એડવાન્સ બુકિંગ થયા હતા.

પહલગામમાં આંતકીઓએ પ્રવાસીઓ પર ધડાધડ ગોળીઓ ધરબી દેતા 27 જેટલા પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. જ્યારે હજુ ઘણા સહેલાણીઓ ત્યાં ફસાયા છે. આંતકવાદી હુમલાથી પ્રવાસીઓમાં ડર બેસી જતાં જેમને આગામી મે,જૂન તો ઠીક દિવાળી વેકેશન માટે ફરવાનો પ્લાન બનાવ્યો છે તે બુકીંગ પણ કેન્સલ કરાવી રહ્યા હોવાનું ટ્રાવેલ ઓપરેટરો કહી રહ્યા છે.

ફેવરિટ ટુર્સના દર્શીલ મસરાણીએ જણાવ્યું હતું કે,આ હુમલા બાદ સતત અમારા ફોન રણકી રહ્યા છે કે,ભાઈ અમારા કાશ્મીર માટેના બુકિંગ કેન્સલ કરી દેજો, અમે કહીએ છીએ કે હજુ મે અથવા જૂનમાં જવાનું છે તો સમય છે,બધું શાંત પડી જશે..રાહ અને થોભો.. વિચારીને નક્કી કરજો.અમારી વાતને પૂરી સાંભળ્યા વિના જ સામેથી જવાબ આવી જાય છે કે, જીવને જોખમમાં મૂકીને હવે શું ફરવાનું..? ભલે કેન્સલેશન માટેનું રિફંડ મળે કે ન મળે..અમારે અહીં ફરવા નથી જવું.

અમરનાથ યાત્રા ઉપર પણ અસર

પહલગામ ના આતંકી હુમલા બાદ કાશ્મીરના પ્રવાસ કરનારા લોકો બુકિંગ કેન્સલ અથવા તો ટુરીઝમ સેકટર ચેન્જ કરી રહ્યા છે. આ ઉપરાંત આગામી મહિનાથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે પણ ઘણા લોકોએ હવે યાત્રા માટે વિચારતાં થઈ ગયા છે.તો અમુક યાત્રિકો બાબા અમરનાથ પર શ્રદ્ધા રાખી યાત્રા પર જ્વાનું મક્કમ મને નક્કી કરી લીધું છે.

એરઇન્ડિયા અને ઇન્ડિગોએ રિફંડ માટે તૈયારી બતાવી

50 ટકાથી વધુ રાજકોટનાં પ્રવાસીઓએ કાશ્મીર માટેના બુકિંગ કર્યા હતા. ત્રાસવાદીઓના હુમલામાં સ્વજનોને ગુમાવ્યા બાદ આ ઘટનાથી લોકોમાં ઉચાટ ફેલાયો છે. આ પરિસ્થિતિને લઈને એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇનએ સંવેદના દર્શાવી છે. આગામી 30 એપ્રિલ સુધીમાં જે લોકો ફરવા જવાના છે તેમને ટ્રીપ કેન્સલ કરે છે તો તેમને ફલાઇટ કેન્સલેશન પર પૂરેપૂરું રિફંડ આપવામાં આવશે. જ્યારે મે અને જૂન મહિના માટે હજુ નિર્ણય નથી લેવાયો.

અમદાવાદમાં ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાની મિટિંગ મળી

આંતકવાદીનો હુમલો અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને ફટકો પડ્યો છે. લાંબા સમય બાદ સમર વેકેશન માટે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝએ જેટ ગતિએ ઉડાન ભરી હતી. અમદાવાદમાં ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ની મીટીંગ મળી હતી જેમાં ચેરમેન રોનક શાહ સહિત ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો હાજર રહ્યા હતા. ખાસ કરીને આ મિટિંગમાં ટુરિસ્ટોને કઈ રીતે સહયોગ આપી શકાય? આ બુકીંગ રદ થતાં ટ્રાવેલ ઓપરેટરોને કરોડો રૂપિયાનો ફટકો પડશે કઈ રીતે બહાર આવવું સહિતના મુદ્દાઓ અંગે ચર્ચાઓ થઈ હતી.

Tags:

Jammu KashmirPahalgamPahalgam attackPahalgam Terror attack

Share Article

Other Articles

Previous

ધરતી પરનું સ્વર્ગ બન્યું નરક : નરસંહારનો લોહિયાળ ઇતિહાસ, વાંચો 2008 થી 2025 સુધીના હત્યાકાંડની સંપૂર્ણ યાદી

Next

પહલગામ આતંકી હુમલામાં અનેક પરિવારોના માળા વીંખાયા, કાશ્મીર ફરવા ગયા અને અનેક સ્વપ્નો અધૂરા રહી ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
9 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
9 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
9 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
10 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

ટેક્સ ચૂકવવામાં શહેનશાહ નંબર 1 : શાહરુખ અને અક્ષયને પાછળ છોડીને અમિતાભ બચ્ચન સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટી બન્યા
Entertainment
11 મહિના પહેલા
તિરૂમાલાસોસાયટીની પરિણીતાનું પેટના દુખાવા બાદ મોત, તબીબી બેદરકારીનો આક્ષેપ
રાજકોટ
2 વર્ષ પહેલા
AI ટૂંક સમયમાં માણસોની જેમ કામ કરશે…!, ઓપન AI અને મેટા કરી શકે છે મોટી જાહેરાત
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના યુનિવર્સીટી પોલીસ મથકની પંચાયત ચોકીમાં ACB ત્રાટકી : PSI અને કોન્સ્ટેબલનેACB કચેરીએ લઈ જવાતા પોલીસબેડામાં ખળભળાટ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર