ITનું કરચોરી સામે AIનું શસ્ત્ર :1 કરોડ કરદાતાઓએ રિટર્ન અપડેટ કર્યા,11,000 કરોડ ટેક્સની વસુલાત
ઇન્કમટેક્સ વિભાગે કરચોરોને શોધવા માટે એ.આઈ. (A.I.) નો ઉપયોગ કર્યા બાદ હવે રિટર્નમાં ખોટી વિગતો દર્શાવી કરચોરી કરનારાઓ સામે આઈ.ટી.એ A.I..નું શસ્ત્ર ઉગામ્યુ છે.જેના કારણે એક કરોડથી વધુ કરદાતાઓને નોટિસ મળી હતી.ચમત્કાર વિના નહિ નમસ્કાર…ની જેમ નોટિસ મળતાંની સાથે કરદાતાઓએ તેમનાં IT.રિટર્નને અપડેટ કરતાં જેના કારણે રૂ.11,000 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે.

આ વાતનું સમર્થન આપતાં સીબીડીટી ચેરમેન અગ્રવાલએ કહ્યું હતું કે , છેલ્લા ચાર વર્ષમાં આવકવેરા વિભાગ દ્વારા એ.આઈ.નો ઉપયોગ કરી એક કરોડ એવાં કરદાતાઓને શોધી કાઢી ને જેમને રિટર્નમાં જે આવક છુપાવી હતી,તેમને નોટિસ ફટકારી હતી.આ કરદાતાઓએ વ્યાજ અને પેનલ્ટીથી બચવા કરોડો લોકોએ પોતાની રીતે તેમનું રિટર્ન અપડેટ કરી દીધું છે.જેનાથી સરકારની તિજોરીને ફાયદો થયો છે.
આ પણ વાંચો : 48 કલાકમાં સરકારનો યુ ટર્ન: નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યો કેન્સલ
અત્રે નોંધનીય છે કે તાજેતરમાં રાજકોટ સહિત દેશભરમાં બોગસ ટેક્સ ક્લેઇમકાંડમાં પણ શિક્ષકો,પ્રોફેસરો,વેપારીઓ સહિત 150 જેટલી જગ્યાએ દરોડા પડ્યા હતા,જેમાં પણ જે લાંબુ લચક લિસ્ટ નીકળ્યું હતું,એમાં A.I.ની મહત્વપૂર્ણ કામગીરી રહી હતી.આથી આવકવેરા અને જીએસટી બંને વિભાગએ એ.આઈ.ની મદદ લીધી છે જેના માટે સ્ટાફને ટ્રેનિંગ પણ અપાઈ રહી છે.
