ઓછી રકમનાં દસ્તાવેજો બનાવવાની ITની તપાસ હિંમતનગર, સુરત અને અમદાવાદ પહોંચી
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવકવેરાની ટીમે દસ્તાવેજો ફફોળ્યા બાદ હવે ગુજરાત આઈ.ટી.ની સૂચનાથી આ તપાસ અમદાવાદ, સુરત અને હિંમતનગર સુધી પહોંચી છે. રાજકોટમાં 15 દિવસ પૂર્વે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન કચેરી પાંચમાં અનેક દસ્તાવેજોનું વેરીફીકેશન કર્યું હતું.જેમાં મુખ્યત્વે પાનકાર્ડની ખોટી વિગતો દર્શાવાઇ હતી.જે અંગે આઈ ટી ની ટીમે ત્રણથી ચાર વખત નોટિસ આપ્યા બાદ પણ સુધારા થયા ન હતા.આખરે ગુજરાતમાં પ્રથમવાર આ મુજબનો વેરિફિકેશન સર્વે કરી ડેટા અમદાવાદમાં મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટનાં ડાયરેક્ટરની બદલીનાં ભણકારા: ટર્મિનલ અને ATCમાં અધિકારીઓની બદલી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જે દસ્તાવેજોની વિગતો દર્શાવાય નથી તે કચેરીઓ પર વેરિફિકેશન સર્વે જોરશોરથી ચાલી રહ્યો છે. તેમાં 50 લાખથી એક કરોડથી વધુના દસ્તાવેજો નોંધાયા છે તેની વિગતો આઈટીના અધિકારીઓ શોધી રહ્યા છે. મળતી વિગતો અનુસાર અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે દિવસથી ગુપ્ત રાહએ આ પ્રકારના સર્વે ચાલી રહ્યા છે. જ્યારે હિંમતનગરમાં પણ ગઈકાલે આ સર્વે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મેઘો મુશળધાર : છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, આજે રાજ્યના 3 જિલ્લામાં રેડ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી
સિસ્ટમ દ્વારા આઈટીની ટીમને જે દસ્તાવેજો ની યાદી અપાય છે એ તેમજ સબ રજીસ્ટાર કચેરી તરફથી જે યાદી મળી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટમાં જેટલા દસ્તાવેજો ની તપાસ થઈ છે તેમાં હવે મિલકત ધારકોના નામ અને તેની રિટર્ન ફાઇલ કરવાની વિગતો સહિતનો ડેટા અમદાવાદ મોકલવામાં આવ્યો છે જ્યાં એનાલિસિસ બાદ આગળની કાર્યવાહી હાથ ઘરાશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નાના મવા,મવડી જેવા વિસ્તારોની મિલકતનાં દસ્તાવેજમાં જંત્રી કરતાં ઓછા દરે દસ્તાવેજ નોંધી વિગત છુપાવી હોવાની શંકા છે.