લાગે વાગે લોહીની ધાર…રાજકોટમાં ટ્રાફિક પોલીસને આવું બધું નહીં દેખાતું હોય?
રમત-રમતમાં બાળકો બહું બોલતા હોય કે, લાગે વાગે લોહીની ધાર, આપણી ઉપર નામ નહીં. જાણે આ બે રિક્ષા ચાલકોને પણ કોઇના જીવની પરવાહ ન હોય તેમ પેસેન્જર રિક્ષામાં લોખંડના પાઇપો અને છકડો રિક્ષામાં ઉપરના ભાગે મસમોટા પાઇપો સહિતની વસ્તુઓ ભરીને કાલાવડ રોડ પર સડસડાટ દોડતી નીકળી અને જાણે બંનેના ચાલકોને પણ એવું જ હશે કે (બેફીકરાઈ) લાગે વાગે લોહીની ધાર, અમારૂ નામ નહીં. આવા વાહનોથી સંભાળીને અન્ય વાહન ચાલકો, રાહદારીઓએ નીકળવું પડે.

આ પણ વાંચો :હવે બેન્કો ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાની ના પાડી શકશે નહીં! આ તારીખથી લાગુ થશે RBIના નિયમ
ઓટો રિક્ષામાં ઉપરના ભાગે જે રીતે ફ્રેમ બનાવાયેલી છે અને લોખંડના લાંબા પાઇપો કે આવો સામાન લઇને જતી હતી તે પરથી એવું લાગે કે, આ રિક્ષા પેસેન્જર રિક્ષા તો નામની પણ આવા ગેરકાયદે રીતે સામાન હેરફેરમાં જ દોડતી હતી. પેસેન્જર સીટ પર નહીં બહારના ભાગે અને એ પણ રિક્ષાની મુળ સાઇઝ છે તેની આગળ-પાછળ બંને સાઇટો એટલી જ લંબાઈમાં પાઇપો બહાર નીકળેલા હતા. આવી જ રીતે છકડો રિક્ષામાં પણ લાંબા પ્લાસ્ટિકના સેનિટેશન, પ્લમ્બીંગના પાઇપો, હાર્ડવેરનો સામાન જતો હતો. તે પણ નિયમ પ્રમાણે તો નીચેના ભાગે (ઠાઠામાં) ભરવાનો હોય અને રિક્ષાની બહાર ન નીકળવો જોઇએ.

આ પણ વાંચો :મહાભારત સીરીયલમાં કર્ણની દમદાર ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું નિધન: 68 વર્ષની ઉંમરે કેન્સર સામે જંગ હાર્યા
આ બંને રિક્ષાઓના લાંબા પાઇપ જો આગળ પાછળ જતાં ટુ વ્હીલર ચાલકોને લાગે અથવા તો કોઈ ફોર વ્હીલની અંદર ઘુસી જાય તો નિશ્ચિત પણે જીવલેણ બની જ શકે તેવા ભારેખમ પાઇપો હતા. રસ્તા પર પાંચ, દશ મિનીટ માટે પણ પાર્ક કરાતી કારને ટ્રાફિક અડચણ, નિયમના નામે લોક કરીને રોજીંદા શુલ્ક વસૂલીના નામે લાખોના ઉઘરાણા ટ્રાફિક પોલીસ દ્વારા કરાય છે. તો શું ટ્રાફિક પોલીસ વાન તેમજ સર્કલો પર ઉભા રહેતા ટ્રાફિક પોલીસના કાફલાને જાહેર માર્ગો પર આવી રીતે અન્યો માટે ઝળુંબતું મોત બનીને નીકળતા વાહનો નજરે નહીં પડતા હોય? કે પછી રોકીને રોકડી કરીને જવા દેવાતા હશે? આવા ગેરકાયદે વાહન ધારકો તો ખરા પરંતુ આવી રીતે માલ ભરાવનારા વેપારીઓ કે જવાબદારોનો માલ જપ્ત થવો જોઇએ અથવા તો માલ મોકલનારાઓ સામે પણ કાયદાકીય પગલા ભરાવા જોઈએ તો આવા ખુલ્લેઆમ નિયમ વિરૂધ્ધ હેરફેરના ફેરાઓ કે વાહનો અટકશે.
