રાજકોટમાં IPOમાં રોકાણના નામે છેતરપિંડી : ઊંચુ વળતર આપવાની લાલચ આપી વધુ એક વૃદ્ધને ‘શિકાર’ બનાવ્યા
રાજકોટ શહેરના અયોધ્યા ચોકમાં આવેલા ટાઈમ સ્કવેર-2 બિલ્ડિંગમાં ચોથા માળે ઓફિસ ધરાવતા યુગલ સહિત ત્રણ લોકોએ અગાઉ એક યુવકને IPOમાં રોકાણના નામે 25 લાખનો ધૂંબો માર્યા બાદ એક વૃદ્ધને 12.60 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યાની ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો : એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક નિવૃત : 80 એન્કાઉન્ટર કર્યાનો રેકોર્ડ, દાઉદની ગેંગના 22, છોટા રાજનની ગેંગના 20 ગેગસ્ટરને માર્યા હતા
આઅંગે નિવૃત્ત જીવન પસાર કરતા અને પંચવટી પાર્કમાં શેરી નં.1માં રહેતા બલવીરસિંહ વશરામભાઈ ખેરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના મિત્ર ચંદ્રેશ ધીરજલાલ પંડ્યા મારફતે નિકુંજ ત્રિવેદી અને તેની પત્ની મિતલ ત્રિવેદી સાથે સંપર્ક થયો હતો. આ બન્ને શેરબજારમાં રોકાણ માટે મારવાડી ફાયનાન્શીયલ સર્વિસીસ લિમિટેડ નામની પેઢી ધરાવતા હોવાનું કહ્યું હતું અને આ પેઢી મારફતે શેરબજારમાં રોકાણ કરશે તો ઉંચું વળતર મળશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ બલવીરસિંહે નિકુંજને ત્રણ લાખની રોકડ રોકાણ માટે આપી હતી.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ ઉપર બનશે નવું ટર્મિનલ : માર્ચ-26થી બાંધકામ શરુ થવાની ધારણા : વર્ષે 2 કરોડ મુસાફરોને હેન્ડલ કરી શકાશે
આ પછી પ્રિત પ્રવિણભાઈ ઠાકર કે જે મિત્તલનો ભાઈ છે તેણે ઘેર આવીને બલવીરસિંહ પાસે કોરો ચેક માંગતા તે પણ આપ્યો હતો. આ પછી નિકુંજે તેમાં 2.40 લાખની રકમ ભરી રોકડ ઉપાડી લીધી હતી અને એમ કહ્યું હતું કે તેણે ગોપાલ નમકીનનો આઈપીઓ ભર્યો છે. આ ઉપરાંત નિકુંજે બલવિરસિંહ પાસેથી બે વખત 1.20 લાખ અને એક વખત છ લાખ રૂપિયા લીધા હતા જેના બદલામાં 49 હજાર જ પરત કરતા 12.11 લાખ બાકી હોય જેની ઉઘરાણી કરતા ખોટો સમય જ આપતા હોય બન્ને સામે ફરિયાદ નોંધાવી હતી. આ ત્રિપૂટીએ અગાઉ ચંદ્રેશ ધીરજલાલ પંડ્યા સાથે પણ 25 લાખની છેતરપિંડી આચરી હતી.
