ભોગી ભુવાના કાળા કારનામા !! રાજકોટમાં સોનીએ દાણા નાખી દેરાણી-જેઠાણીનો ઉપભોગ કર્યો, પુત્રી પર પણ હાથ નાખ્યો
રાજકોટ શહેરના મધ્ય વિસ્તારમાં સોની કામ સાથે દાણા જોવા, પાઠ નાખવા કે વિધિ કરતા ભોગી ભુવાએ જોવડાવવા આવતી સગ્ગી દેરાણી-જેઠાણીનો ઉપભોગ કર્યા બાદ એ મહિલાની તરૂણી પુત્રી સાથે પણ અભદ્ર ચેષ્ટા કરતાં સમગ્ર મામલો બે-બે પોલીસ મથક સુધી ગાજ્યો હતો. કોઈ કારણોસર ભૂવા સામે ફરિયાદ નોંધાતા અટકી હતી. ૧૫ પેટીમાં પતાવટ સાથે કુલડીમાં ગોળ ભંગાઈ ગયો હોવાની ચર્ચા ચાલી છે.
સોની કામ સાથે પોતાને દેવી શક્તિ કે આવી કોઈ કુદરતી શક્તિ કે આવો હાથ હોવાના નામે દાણા જોવા, પાઠ નાખવાનું કામ કરતાં શખસને ત્યાં તેના જ સમાજના પરિવારની અન્ય વિસ્તારમાં રહેતી દેરાણી-જેઠાણી ઘરમાં કે પારિવારિક આવી મુશ્કેલીમાં સારું થઈ જવાની આશાએ ભૂવા પાસે જતી હતી. ભૂવાએ મહિલાની પરિસ્થિતિ પારખી લીધી હતી. ધીમે ધીમે જાળમાં ફસાવી હતી. એક પછી એક બન્ને દેરાણી-જેઠાણી અલ્પનાબેન (નામ બદલાવેલ છે), જાગૃતિબેન (નામ બદલાવેલ છે) બન્નેનો વિધિના નામે વિશ્વાસ કેળવી લીધો હતો.
‘સારું થઈ જશે’ની આશ અને વિધિના બહાને ફસાયેલી બન્ને દેરાણી-જેઠાણીને ભોગી ભૂવાએ શિકાર બનાવી હતી. બન્નેનો ઉપભોગ કરતો હતો. ઘરે આવરો-જાવરો વધ્યો હતો. દેરાણી-જેઠાણી પર કામલીલા કર્યા બાદ ભોગીી નજર મહિલાની જ ૧૨ વર્ષિય પુત્રી પર પડી હતી. મહિલાને વિધિ કરવા બાળકીને કે વ્હાલ સરસાવવાના દેખાડા સાથે મહિલાની પુત્રી સાથે પણ અભદ્ર ચેષ્ટા કરવા લાગ્યો હતો. મહિલાને ભૂવાની આવી હરકતોનો ખ્યાલ આવતા દેરાણી-જેઠાણી બન્ને સમસમી ઉઠી હતી.
ભૂવાના કરતુતો અંગે મહિલાએ પરિવારજનોને પણ વાકેફ કર્યા કે ખ્યાલ પડી ગયો હતો. વાડી જેવા વિસ્તારમાં રહેતી દેરાણી-જેઠાણીએ ભૂવાને સબક શીખવવા ખુલ્લો પાડવા પરિવાર સાથે મળી પોલીસ ફરિયાદ નોંધાવવા મનસુબો બનાવ્યો હતો. તેમના એરિયાના એક પોલીસ મથકે પરિવાર પહોંચ્યો હતો. ત્યાં સમગ્ર કથની વર્ણવાઈ હતી. એવું જાણવા મળે છે કે બન્ને મહિલાઓ સાથે વિધિ, પાઠના બહાને બંધ બારણે ન થવાનું થયું અને આટલેથી નહીં અટકેલા સોની કામ કરતા એ કામીએ મહિલાની માસૂમ પુત્રી પર પણ હાથ નાખ્યાની વાતથી પોલીસ પણ સમસમી ઉઠી હશે. મહિલાની ફરિયાદ લેવા તૈયાર પોલીસને જાણવા મળ્યું કે ભૂવાએ જે અપકૃત્ય કર્યા એ તેના રહેણાંક પ્લોટ વિસ્તારમાં કર્યા હતા અને એ વિસ્તાર અન્ય પોલીસ મથકનો હોવાથી ફરિયાદ ડ્રાફ્ટીંગ સાથે ભોગ બનનાર પરિવારને એ પોલીસ મથક તરફ મોકલી આપ્યા હતા.
બે-બે પોલીસ મથકના દરવાજા સુધી મામલો પહોંચ્યો હતો. જો કે ફરિયાદ નોંધાઈ ન હતી. ફરિયાદના બદલે કુલડીમાં ગોળ ભંગાઈ ગયો ? સોની કામ કરતા કામીએ ભોગ બનનાર પરિવારની માફી માંગી લીધી એક જ જ્ઞાતિના અને સંબંધમાં પણ થતાં હોવાથી મધ્યસ્થીથી મામલો થાળે પડી ગયો ?
પતાવટમાં મધ્યસ્થી કોની ?
ભૂવો હવે ‘દાણા’ નાખશે કે સુધરી જશે?
સમગ્ર ચર્ચાસ્પદ કિસ્સાની કહેવાતી કે ચર્ચાતી વિગતો કે વાતો મુજબ ફરિયાદ નોંધાતા અટકી છે તો બન્ને એક જ સમાજના હતા. ભૂવાએ ભૂલ સ્વીકારી લીધી હોય, માફામાફી કરી હોય, સાથે ભોગ બનનાર પરિવારને પર આર્થિક કે આવો લાભ થયો હોય ને ફરિયાદ કરવાનું ટાળ્યું હશે ? કે પછી મોટું મન રાખીને જતું કર્યું ? ૧૫ પેટીમાં પતાવટ થઈ હોવાની ચર્ચા છે. એ પોલીસનો પતાવટમાં કોઈ રોલ હશે ? જો હોય તો ‘પોદળો પડે તો ધૂળ તો લે જ’ તેવું બન્યુ હોઈ શકે ખરું ? સંભવતઃ ગત સપ્તાહે ભલે બે-બે પોલીસ મથકના પગથિયે મામલો ગાજ્યો પરંતુ જે રીતે હાલ બધું સંકેલાઈ ગયું છે તો શું હવે ભોગી ભૂવો ‘દાણા’ નાખવાનું બંધ કરી દેશે ? સુધરી જશે ? જોવાના નામે કોઈને જાળમાં નહીં ફસાવે ? ખરેખર જોવા, પાઠ, દાણાના નામે ભૂવો ખોટા કામ કરતો હોય તો તેના પર પોલીસની નજર રહેવી જરૂરી છે જેથી બીજા કોઈ ભોગ ન બને કે પછી ભૂવાને કોઈ કારણે બદનામ કરવા કે ઈરાદો બર લાવવા પોલીસ સુધી પહોંચ્યા હશે ? અત્યારે તો ઓનપેપર કાંઈ આવું નોંધાયું નથી એટલે હાલ તો મામલો જો અને તો કે કથિત જ ગણવો રહ્યો.