રાજકોટમાં તો હવે મહિલાઓને પણ પોલીસનો ડર રહ્યો ન હોય તેમ થોડા દિવસ પૂર્વે રૈયા ચોકડી પાસે નામચીન મહિલાએ બેખૌફ બની બોલાવેલી બઘડાટી બાદ આજે વહેલી સવારે રૈયાધાર પાસે મહિલા ઈન્ફલ્યુએન્સર નિયતિ રઘુવંશીએ સાગરીતો સાથે મળી મિત્રની જ ત્રણ કારમાં તોડફોડ કર્યાની ઘટના યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાઈ છે.
વિગતો મુજબ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પાસે સેલ્ફ ડ્રાઈવ કાર ભાડે આપવાનું કામ કરતા અને રેલનગરમાં રહેતા પરમવીરસિંહ વિજયસિંહ ઝાલાને ત્રણ કાર સેલ્ફ ડ્રાઈવમાં મંગાવાતા પરમવિરસિંહ ઉપરાંત અન્ય બે વ્યક્તિ સ્કોર્પિયો, આઈ-ટવેન્ટી તથા સ્વીફ્ટ કાર આપવા રૈયાધાર પાસે પહોંચ્યા હતા જ્યાં અગાઉથી સજ્જ હોય તેમ નિયતિ તેની સાતે દકુ, રોહિત G335 B-1017 સહિતના 10થી 12 શખસો તૂટી પડ્યા હતા. કારમાં આડેધડ સોડા બોટલોના ઘા કર્યા, ધોકા ઝીંક્યા.
આ પણ વાંચો :ઓખા-દિલ્હી કેન્ટ નજીક શકુર બસ્તી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન : દિવાળી-છઠ્ઠ પૂજાને ધ્યાનમાં રાખીને રેલવેનો નિર્ણય : આજથી ટીકીટનું બુકિંગ શરુ
હુમલો થતાં ત્રણેય કાર લઈને ભાગવા જતાં કારની પાછળ દોડયા હતા અને મારી નાખવા છે કહી ધમકી આપી હતી. ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ મથકે અરજી આપતા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
