ભાજપના ‘ગઢ’ રાજકોટના વોર્ડ નં.2માં 10794, વોર્ડ નં.7માં 13111, વોર્ડ નં.14માં 11310 મતદાર ઘટ્યા, જાણો વોર્ડ વાઇઝ મતદારોની સંખ્યા
રાજકોટ સહિત ગુજરાતની અલગ-અલગ મહાપાલિકાની ચૂંટણી જાહેર થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. આ બધાની વચ્ચે શહેરના 18 વોર્ડની મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે જેમાં 2021ની તુલનાએ કુલ 1,08,039 મતદારોનો ઘટાડો થવા પામ્યો છે. ખાસ કરીને ભાજપના ગઢ ગણાતાં વોર્ડ નં.2, વોર્ડ નં.7, વોર્ડ નં.14 સહિતના વિસ્તારોમાં મતદારોમાં માતબર ઘટાડો નોંધાતાં ભાજપે હવે આ દિશામાં નવી રણનીતિ સાથે મેદાને ઉતરવું પડશે જ્યારે કોંગ્રેસ દ્વારા પણ `પોતાના’ મતદારો કેટલા તેનો હિસાબ નવેસરથી માંડવો પડશે.

વોર્ડવાઈઝ વાત કરવામાં આવે તો 90148 મતદારો સાથે વોર્ડ નં.11 સૌથી મોટો વિસ્તાર બનવા પામ્યો છે જ્યારે સૌથી ઓછા મતદાર વોર્ડ નં.15માં સૌથી ઓછા 40789 મતદારો રહ્યા છે. એ વાતનો ઈનકાર કોઈ ન કરી શકે કે વોર્ડ નં.2, વોર્ડ નં.7 સહિતના વોર્ડ ભાજપનો ગઢ છે ત્યારે આ વોર્ડમાં પણ મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વોર્ડ નં.2માં 10794 મતદારના ઘટાડાના સાથે 44315, વોર્ડ નં.7માં 13111 મતદારના ઘટાડા સાથે 47507 અને વોર્ડ નં.14માં 11310 મતદારના ઘટાડા સાથે 49271 મતદાર રહ્યા છે. આ ઉપરાંત વોર્ડ નં.6માં 7954, વોર્ડ નં.5માં 8101, વોર્ડ નં.3માં 6005, વોર્ડ નં.1માં 4830 મતદારનો ઘટાડો નોંધાયો છે.
એકંદરે આ વખતે 1016 બૂથમાં 5,10,086 સ્ત્રી, 4,75,848 સ્ત્રી મતદાર સહિત 18 વોર્ડમાં કુલ 9,75,952 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. એકંદરે મતદારોના ઘટાડા પાછળ એસઆઈઆરની પ્રક્રિયા કારણભૂત છે.
