અમદાવાદમાં સાળા 16 વર્ષના કિશોરે હેવાનિયતની હદ વટાવી : 14 વર્ષના સગીર સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય,કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
અમદાવાદની કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે તેમજ વળતર પેટે 4 લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. જુવેનાઇલ જસ્ટિસ કોર્ટના આ ચુકાદાને ગુજરાતના ઐતિહાસિક ચુકાદા તરીકે માનવામાં આવી રહ્યો છે ત્યારે ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
શું છે સમગ્ર ઘટના?
એક આઘાતજનક અને અત્યંત પીડાદાયક કેસમાં, અમદાવાદની એક ખાસ કોર્ટે 17 વર્ષના છોકરાને 14 વર્ષના માસૂમ બાળકી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના આરોપમાં 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. બાળકો સામેના જાતીય ગુનાઓના કેસમાં આ ચુકાદો એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આખો કેસ શું હતો?
આ ઘટના જાન્યુઆરી 2024 માં પ્રકાશમાં આવી હતી, જ્યારે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ, આરોપી, જે તે સમયે 17 વર્ષનો હતો, તેણે 14 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતો. તેણે આ જઘન્ય કૃત્યનો વીડિયો પોતાના મોબાઇલ ફોન પર પણ રેકોર્ડ કર્યો હતો. આ પછી, આરોપીએ વીડિયો જાહેર કરવાની ધમકી આપીને પીડિતા પાસેથી ₹ 10,000 ની ખંડણી પણ માંગી હતી.
પીડિત સ્કૂલેથી છૂટીને ઘરે જય રહ્યો હતો તે દરમિયાન આ જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું હતું. અમરાઇવાડી વિસ્તારમાં રહેતા 16 વર્ષ અને 6 માસની ઉંમરના કિશોરે તેને રોકી જણાવ્યું હતું કે, તું કેમ મારી સાથે વાત નથી કરતો. બાદમાં તેને ડરાવી, ધમકાવી, બિભત્સ ગાળો આપી માર્યો હતો. એ પછી તેને બળજબરીપૂર્વક મણિનગર રેલવે કોલોની ખાતે લઇ ગયો હતો, જયાં તેણે 14 વર્ષીય કિશોર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ઘટનાનો વિવિડ્યો રેકોર્ડ કરીને વાયરલ કરવાની ધમકી આપીને ભોગ બનનાર કિશોર પાસેથી રૂ.બે હજાર પડાવી લીધા હતા. એટલું જ નહી, તેણે બીજા દસ હજાર રૂપિયા આપવા પણ પીડિત કિશોરને જણાવ્યું હતું.
આ પણ વાંચો :નેપાળમાં સંસદ ભંગ : વચગાળાનાં PM સુશીલા કાર્કી બન્યા : વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી, આ તારીખે દેશમાં યોજાશે ચૂંટણી
ખોખરા પોલીસે 13 જાન્યુઆરી 2024ના સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ખંડણી, ધમકી, પોક્સો એકટ, આઇટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કેસ રજૂ કર્યો હતો. બાદમાં કિશોર વિરૂદ્ધ ચાર્જફ્રેમ કરાયો હતો.ત્યારે હવે જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ દ્વારા 16 વર્ષના કિશોરને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે જુવેનાઇલ જસ્ટિસ કોર્ટના આ ચુકાદાને ગુજરાતના ઐતિહાસિક ચુકાદા તરીકે માનવામાં આવી રહ્યો છે.
કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
કોર્ટે આ ગુનાને POCSO એક્ટની ગંભીર કલમો હેઠળ ધ્યાનમાં લીધો હતો. ન્યાયાધીશે કહ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 377 માં મહત્તમ 10 વર્ષની સજાની જોગવાઈ છે, પરંતુ POCSO કાયદાની કલમ 4 માં 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ આધારે, 20 વર્ષની સખત સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે ભોગ બનેલ કિશોરને ધી ગુજરાત વિક્ટિમ કોમ્પનસેશન એક્ટ 2019 હેઠળ સિટી સિવીલ એન્ડ સેશન્સ લીગલ સત્ત્વસ કમિટી અમદાવાદ દ્વારા વળતર પેટે રૂ.4 લાખ ચૂકવી આપવા પણ હુકમમાં ઠરાવ્યું હતું. કોર્ટે દોષિત કિશોરને સજાની સાથે સાથે પાંચ હજાર દંડ પણ ફટકાર્યો હતો.