એક સપ્તાહમાં ફરી હેવાનોએ હદ વટાવી: વડોદરામાં વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું
વડોદરામાં બીજા જ નોરતે ભેલી વિસ્તારમાં વિધર્મીઓએ સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરાને વિધર્મીએ બે-બે વખત હવાસનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે માંજલપુર પોલીસ મથકમાં ભોગ બનનાર સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દીવાન સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસ સામે નિવેદન નોંધાવતા સમયે સગીરા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વિધર્મી શખ્સે સગીરાને ગત મહિને બે વખત મીટરના ઘરે લઈ જઈ બદાજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સગીરા માંજલપુર વિસ્તાર ગરબા રમવા જતી ત્યાં પણ આરોપી વાજીદશા દીવાન પહોંચી જતો હતો અને સગીરાને સાથે ગરબા રમવા તેમજ ફોટો પડાવવા માટે ટૉર્ચર કરતો હતો. પોલીસ ફરિયાદના આધારે હવાસખોરની ધરપકડ કરી લીધી છે.
ત્યારે ઉલ્લેખનીય છે કે હજુ એક સપ્તાહ પહેલા જ વડોદરામાં માસૂમ સગીરા પર ગેંગરેપ થયો હતો. જેના કારણે રાજ્યભરમાં ઉહાપોહ મચી ગયો હતો અને આરોપીઓને ફાંસીની સજા ફટકારવા માટે પણ માંગ ઉઠી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રાજ્કોટના પ્રવાસે આવ્યા ત્યારે સામૂહિક દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા સુધી પહોંચાડવા તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું. તે દરમિયાન વડોદરામાં વધુ એક વિધર્મી દ્વારા સગીરા પર દુષ્કર્મ આચાર્યની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે.