Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

છઠ્ઠા ચરણની 58 માંથી 2019 માં એનડીએ ને 43 બેઠકો મળી હતી

Fri, May 24 2024

58 બેઠકો પર પ્રચારના ભૂંગળા શાંત થઈ ગયા

દિલ્હી, હરિયાણા, બિહાર અને ઝારખંડની તમામ 29 બેઠકો પર એનડીએનો વિજય થયો હતો

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા ચરણમાં 25 મી તારીખે યોજનારી 58 બેઠકો પર ગુરુવારે સાંજે 5:00 વાગ્યે પ્રચાર બંધ થઈ ગયો હતો. આ 58 બેઠકોમાંથી 2019 માં ભારતીય જનતા પક્ષનો 38 બેઠક ઉપર અને એનડીએના સાથી પક્ષોનો પાંચ બેઠક ઉપર વિજય થયો હતો. 15 બેઠકો વિપક્ષના ફાળે ગઈ હતી. 25 મી તારીખે આ બેઠકો પર મતદાન પૂર્ણ થયે લોકસભાની 543 માંથી 486 બેઠકો ઉપર ઉમેદવારોનું ભાવી કેદ થઈ ગયું હશે. છેલ્લા અને સાતમા ચરણમાં પેલી જૂને 57 બેઠકો પર મતદાન થશે.
આવતીકાલે જ્યાં મતદાન યોજાવાનું છે તેમાંથી હરિયાણાની તમામ 10 બેઠકો અને દિલ્હીની સાત બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. બિહારની તમામ આઠ બેઠકો અને ઝારખંડની તમામ ચાર બેઠકો એનડીએ ને ફાળે ગઈ હતી. પશ્ચિમ બંગાળની જે આઠ બેઠકો પર આવતીકાલે મતદાન થશે તેમાંથી ગત ચૂંટણીમાં ભાજપે પાંચ બેઠકો પર વિજય મેળવ્યો હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશની 14 માંથી છ બેઠકો બસપાને અને એક બેઠક સપાને મળી હતી. સાત બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. ઓડિશામાં છમાંથી બે બેઠકો ભાજપને ચાર બીજેડીને મળી હતી. જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજોરીની એકમાત્ર બેઠક ઉપર પણ કાલે મતદાન થશે 2019 માં એ બેઠક ઉપર નેશનલ કોન્ફરન્સ ના ઉમેદવારનો વિજય થયો હતો.

કયા રાજ્યમાં કોને કેટલી બેઠક મળી હતી

બિહાર 8
વાલ્મીકિ નગર જેડીયુ
પશ્ચિમ ચંપારણ ભાજપ
પૂર્વી ચંપારણ ભાજપ
શિવહર ભાજપ
વૈશાલી એલજેપી
ગોપાલગંજ જેડીયુ
સિવાન જેડીયુ
મહારાજગંજ ભાજપ

જમ્મુ એન્ડ કાશ્મીર 1 અનંતનાગ નેશનલ કોન્ફરન્સ

ઓડિશા 6
ભુવનેશ્વર ભાજપ
પુરી બીજેડી
ધેનકનાલ બીજેડી
કેઓંજહાર બીજેડી
કટક બીજેડી
સંબલપુર ભાજપ

ઉત્તર પ્રદેશ 14
સુલતાનપુર ભાજપ
પ્રતાપગઢ ભાજપ
ફુલપુર ભાજપ
ઇલાહાબાદ ભાજપ
અંબેડકર નગર બીએસપી
શ્રાવસ્તી બીએસપી
ડોમરિયાગંજ ભાજપ
બસ્તી ભાજપ
સંત કબીર નગર બીએસપી
લાલગંજ બીજેપી
આઝમગઢ એસ.પી
જૌનપુર બીએસપી
મછલીશહર બીએસપીભદોહી ભાજપ

પશ્ચિમ બંગાળ 8
તમલુક ટીએમસી
કાંથી ટીએમસી
ઘાટલ ટીએમસી
ઝારગ્રામ ભાજપ
મેદિનીપુર ભાજપ
પુરુલિયા ભાજપ
બાંકુરા ભાજપ
બિષ્ણુપુર ભાજપ

ઝારખંડ 4
ગિરિડીહ AJSUP
ધનબાદ ભાજપ
રાંચી ભાજપ
જમશેદપુર ભાજપ

હરિયાણામાં ભાજપને નુકસાન થવાની ભીતી

હરિયાણામાં 2019માં ભાજપે તમામ 10 બેઠકો પર ભવ્ય વિજય મેળવી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા પણ આ વખતે ભાજપ એન્ટી ઇનકમ્બન્સી ફેક્ટરનો સામનો કરી રહ્યું છે. એ પરિબળને હળવું કરવા માટે ભાજપે ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી બદલ્યા તે પછી ત્રણ અપક્ષ ધારાસભ્યો એ ટેકો પર જ ખેંચી લેતા સૈની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. ખેડૂત આંદોલનને કારણે ભાજપ વિરોધી વાતાવરણ છે બીજી તરફ ગત ચૂંટણીમાં દસમાંથી સાત બેઠક ઉપર ભાજપના ઉમેદવારો 3.50 લાખ કરતા પણ વધારે સોસાયટી વિજયી થયા હતા. એક બેઠક ઉપર ભાજપના ઉમેદવારની સરસાઈ 4.54 લાખની અને બીજી એક બેઠક ઉપર 6.38 લાખની સરસાઈ હતી. એકમાત્ર રોહતક ની બેઠક ઉપર ભાજપનો 7503 મતની પાંખી સરસાઈ થી વિજય થયો હતો. તાત્પર્ય એ કે ભાજપને હરાવવા માટે કોંગ્રેસને ઓછામાં ઓછો 15 ટકાનો વોટ સ્વિંગ મેળવવો પડે.આ સંજોગોમાં બદલાયેલા રાજકીય સમીકરણો પછી પણ ભાજપને બહુ મોટું નુકસાન થવાની સંભાવના નથી. હરિયાણામાં સાત બેઠકો પર ભાજપનો અને ત્રણ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થવાની ધારણા રાજકીય વિશ્લેષકો રજૂ કરી રહ્યા છે.

દિલ્હીની તમામ સાત બેઠકો જાળવી રાખવાનો ભાજપ સામે પડકાર

દિલ્હીમાં ગત ચૂંટણીમાં ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. તમામ સાત બેઠકો પર ભગવો લહેરાયો હતો. ભાજપને 56.85%, કોંગ્રેસને 22.63% અને આમ આદમી પાર્ટીને 18.2% મત મળ્યા હતા. ભાજપના ઉમેદવારોએ જંગી સરસાઈ મેળવી હતી. બે બેઠકો ઉપર તો ભાજપના ઉમેદવારોની સરસાઈ 5.50 લાખ કરતા પણ વધારે હતી. જોકે આ વખતે ચૂંટણી ચિત્ર પલટાયુ છે. ભાજપે દિલ્હીની સાતમાંથી છ બેઠકો ઉપર નવા ઉમેદવાર ઊભા રાખ્યા છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધને ભારતીય જનતા પક્ષ સામે પડકાર ઉભો કર્યો છે. બંને પક્ષના કાર્યકરો સંયુક્ત રીતે પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કનૈયા કુમાર માટે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી બંને પ્રચાર કર્યો હતો.
સામા પક્ષે આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ છે. અરવિંદ કેજરીવાલ જો કે વિક્ટ ટીમ કાર્ડ રમી રહ્યા છે. તેમની જામીન મુક્તિ બાદ તેમની સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફ સહાનુભૂતિ મોજુ હોય તેવું ચિત્ર ઉપસ્યા બાદ જો કે સ્વાતિ માલીવાલ કેસ ને કારણે આમ આદમી પાર્ટી બેકફૂટ ઉપર આવી ગઈ છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પક્ષ ગત પરિણામોનું પુનરાવર્તન કરી તમામ બેઠકો પર વિજય મેળવી શકે છે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે.

ઉત્તર પ્રદેશમાં કસોકસનો જંગ ક્ષત્રિયો ભાજપની વિરૂધ્ધમાં

ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર આવતીકાલે મતદાન થશે. 2019 માં તે પૈકીની સાત બેઠકો પર ભાજપનો, 6 બેઠકો પર બહુજન સમાજ પાર્ટીનો અને એક બેઠક ઉપર સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો. 2019 માં સપા અને બસપાનું ગઠબંધન હતું. આ વખતે કોંગ્રેસ અને સપાનું ગઠબંધન છે અને બહુજન સમાજ પાર્ટી એટલે હાથે ચૂંટણી લડી રહી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ અને વિપક્ષો બધાએ ખૂબ આક્રમક પ્રચાર કર્યો છે. ભાજપને 400 બેઠક મળશે તો બંધારણ બદલાવી અને અનામત ખતમ કરી દેશે એવા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના પ્રચારને કારણે બસપા અને ભાજપની દલિત અને ઓબીસી વોટ બેંકમાં કોંગ્રેસ અને સપાનો પગપેસારો થયો છે. બીજી તરફ ગુજરાતની માફક જ ઉત્તર પ્રદેશમાં પણ ક્ષત્રિયો ભાજપ ની સામે પડ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ભાજપના ગઠબંધનના સાથી પક્ષ અપના દલના ઉમેદવાર અનુપ્રિયા પટેલે કરેલા કેટલાક ઉચ્ચારણોને કારણે બળતામાં ઘી હોમાયું છે. ક્ષત્રિય- રાજપુત બહુમતી વાળા વિસ્તારોમાં નોંધપાત્ર વર્ચસ્વ ધરાવતા બાહુબલી નેતા રાજા ભૈયાએ ભાજપ વિરોધી વલણના નિર્દેશ આપ્યા બાદ પ્રયાગરાજ અને પ્રતાપગઢ ની બેઠકો પર ચિત્ર પલટાયું છે.

પશ્ચિમ બંગાળમાં મમતા સામે બેઠકો જાળવી રાખવાનો પડકાર

પશ્ચિમ બંગાળની આઠમાંથી પાંચ બેઠકો ઉપર ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. તેમાં પણ પુરૂલીયામાં ભાજપને 40.59 ટકા મત અને ટી એમ સી 28.15% મત મળ્યા હતા.બોકુરાની બેઠક ઉપર પણ ટીએમસીના 30.28% મતની સામે ભાજપે 40.96 ટકા મત મેળવી જંગી સરસાઈ પ્રાપ્ત કરી હતી. 2019 માં ટીએમસીને જે ત્રણ બેઠક મળી તેમાંથી તામલુક અને કાંથી ની બેઠકો સુવેન્દુ અધિકાર પરિવારનો ગઢ છે. ગત ચૂંટણીમાં તામલુકની બેઠક પર ટીએમસીના ઉમેદવાર તરીકે સુવેંદુ અધિકારીના ભાઈ દિવ્યેંન્દુ અધિકારી અને કાંથી ની બેઠક પર તેમના પિતા શિશિર અધિકારીનો વિજય થયો હતો. આજે અધિકારી પરિવાર મમતાની સામે છે. આ સંજોગોમાં આ બંને બેઠકો જાળવી રાખવાનો મમતા સામે મોટો પડકાર છે. આ વખતે તામલુકની બેઠક પર ભાજપ તરફથી કોલકત્તા હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ અભિજીત ગંગોપાધ્યાય અને કાંથીની બેઠક પરથી સૌમેન્દુ અધિકારી મેદાનમાં છે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં ગત ચૂંટણીમાં ભાજપ એ 18 બેઠકો પર વિજય મેળવી રાજકીય ચમત્કાર સર્જ્યો હતો.

Tags:

ELECTION 2024gujarat newsloksabha election

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને વેપાર-ધંધામાં થશે નફો

Next

જયંત સિંહાએ ભાજપને કહ્યું, મે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
8 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
22 કલાક પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
23 કલાક પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
23 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ઇવીએમ અંગે અખિલેશે લોકસભામાં શું કહ્યું ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાત બજેટ 2025 : દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે, નાના શહેરોને હવાઈ માર્ગે જોડવા 45 કરોડની ફાળવણી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દૂધની ડેરીએ આવતાં ટેન્કરોમાં મનપાનું ચેકિંગ
રાજકોટ
2 વર્ષ પહેલા
અમેરિકામાં કોની હત્યાનો પ્લાન ઘડે છે ઈરાન ? કોણે કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર