ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : બોર્ડની પરીક્ષાનાં ફોર્મ આ તારીખ સુધી ઓનલાઈન ભરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દિવાળીનું વેકેશન હોવાના કારણે વિદ્યાર્થીઓને લેટ ફી કરવી ન પડે તે માટે શિક્ષણ વિભાગે વેકેશન પૂરું થયા બાદ ફોર્મ કરવાની પ્રક્રિયાને શરૂ કરી છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 ની પરીક્ષાના ફોર્મ એક સાથે જ આગામી તારીખ 6 ડિસેમ્બર સુધી ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આર. વ્યાસ દ્વારા આ અંગે તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં રખડતાં કૂતરાઓને પકડવામાં મનપાને રસ જ નથી! શ્વાનને પકડવા તો દૂર,પાલતું શ્વાન રજિસ્ટ્રેશનના પણ કોઈ ઠેકાણા નહીં
ધો.10 સંસ્કૃત પ્રથમ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ,સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહની 27 ફેબ્રુઆરી 2026 થી પરીક્ષા શરૂ થશે જે અંગેના ફોર્મ રેગ્યુલર ફી સાથે છ ડિસેમ્બર સુધી રાત્રિના 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ પરથી ભરી શકાશે. ત્યારબાદ લેટ ફી સાથે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના રહેશે.
