શિક્ષણ વિભાગમાં મહત્વપૂર્ણ ફેરફાર: 6 વર્ષ બાદ વર્ગ 3નાં શિક્ષકોને પ્રમોશન, 200 જેટલા શિક્ષણ નિયામકોની બદલી
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત એજ્યુકેશન સર્વિસ ક્લાસ ટુ ના અધિકારીઓની મહત્વપૂર્ણ બદલીઓનો આદેશ થયો છે. શુક્રવારે જાહેર થયેલા ઓર્ડરમાં રાજકોટ, ભાવનગર ,અમદાવાદ,ગાંધીનગર,વડોદરા, સુરત સહિતના જિલ્લાઓમાં ક્લાસ ટુ ના અધિકારીઓની અરસપરસ બદલી અને ક્લાસ 3 માં શિક્ષકોને ક્લાસ ટુ માં પ્રમોશન આપવામાં આવ્યું છે.
છેલ્લા છ વર્ષથી વર્ગ ત્રણ ના શિક્ષકો પ્રમોશન માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે બદ્ધતિના ઓર્ડરો આવતા શિક્ષક વર્ગમાં આનંદનો માહોલ છવાયો છે રાજકોટમાં વર્ગ-3 માંથી 18 જેટલાને કલાસ 2 માં પ્રમોશન મળ્યું છે. જ્યારે વર્ગ-2 માં 3 જેટલા આચાર્ય અને શિક્ષણ નિરીક્ષક ની અરસપરસ બદલી થઈ છે.
રાજકોટ જિલ્લામાંથી જસદણ તાલુકાના હાથસણી માધ્યમિક શાળાના આચાર્ય દીપ્તિબેન ને રાજકોટ જિલ્લામાં હડાળા ગામે આચાર્ય તરીકે, વિછીયા તાલુકામાં આવેલી રેવાણીયા સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ભાષાબેન ઠાકરને ધોરાજી તાલુકામાં, રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ફરજ બજાવતા શિક્ષણ નિરીક્ષક બીનાબેન કતિરાને રાજકોટ જિલ્લાની લોઠડા શાળામાં આચાર્ય તરીકે,શાસનઅધિકારી કિરીટિંસહ પરમાર ને ઈશ્વરીયાની સ્કૂલમાં આચાર્ય નો ઓર્ડર થયો છે. રાજકોટ સહિત રાજ્ય પરમાંથી 200 જેટલા શિક્ષકો અને શિક્ષક નિરીક્ષકને બદલી અને બઢતીનાં ઓર્ડરો થયા છે.
શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ બદલીથી શૈક્ષણિક વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવશે, આગામી દિવસોમાં નવા અધિકારીઓની નિમણૂકથી શિક્ષણ વિભાગની કામગીરી વધુ સક્રિય થશે. આ બદલી તાત્કાલિક અમલમાં મૂકવાની સૂચના પણ આપવામાં આવી છે.
