હું હમણાં આવું તમે જાવ…ગરબીમાં દશેરાનો હવન જોવા ગયેલી સગીરા ગુમ : 3 દિવસ બાદ મળી કુવામાંથી લાશ
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટમાં ગરબીમાં દશેરાનો હવન જોવા માતા સાથે ગયેલી સગીરાએ “હું હમણાં આવું તમે જાવ તેમ કહી” વળાવીને ત્યાંથી ભેદી રીતે ગુમ થઈ ગઈ હતી. જે બાદ ગઈકાલે કોઠારીયા ગામ નજીક આવેલા કૂવામાંથી તેણીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
વિગતો મુજબ, કોઠારીયા સોલવન્ટ મચ્છુનગર શેરી નંબર 4 માં રહેતી 15 વર્ષીય સપના પૂનાભાઈ મકવાણા નામની સગીરા દશેરાના દિવસે બપોરે 2.30 વાગ્યે માતા સાથે સોસાયટીની ગરબીમાં યોજાયેલ હવન જોવા માટે ગયા હતા અડધી કલાક બાદ માતાએ ઘરે જવાનું કહેતા સપનાએ “તમે જાવ હું હમણાં આવું તેમ કહેતા માતા કનીબેન ઘરે આવી ગયા હતા. સાંજે 5 વાગ્યા સુધી પુત્રી ઘરે ન આવતા કનીબેન ફરી ગરબીએ ગયા પણ પુત્રી જોવા મળી ન હતી. પુત્રી ગમ થતાં તમામ પરિવારના સભ્યોએ આજુબાજુમાં તેની શોધખોળ હાથ ધરી પણ ક્યાંય પતો ન લાગતાં આજીડેમ પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો :રાજકોટના વધુ એક સ્પામાંથી કુટણખાનું પકડાયું : રૂ.3500 લઈ ગ્રાહકને ગલગલિયા કરાવતા’તા, મહિલા સહિત 2ની ધરપકડ
તેવામાં રવિવારે સવારે કોઠારિયા ગામથી આગળ ગોવર્ધન પાળની પાછળ આવેલ એક કૂવામાં મૃતદેહ તરતો હોય તેવી જાણ થતાં જ ફાયર સ્ટાફ તેમજ આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ આર.એમ.શાખરા ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયરના જવાનોએ મૃતુદેહ બાહર કાઢી પોલીસે તેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ પણ વાંચો :તું કેમ હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આડા પગ નાખે છે’ કહી રાજકોટના આગેવાનને ધમકી, વાંચો શું છે સમગ્ર મામલો
ત્યારે મૃતક યુવતીએ પહેરેલા કાપડના આધારે પોલીસને શંકા જતા સપનાને વાલીને બોલવામાં આવ્યા હતા. દીકરીના મૃતદેહને ઓળખી લેતા પરિવારના સભ્યોમાં કાળો કલ્પાંત છવાઈ જવા પામ્યો હતો. મૃતક ત્રણ બહેન એક ભાઈમાં નાની હતી અને તેના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણીએ ક્યાં કારણસર આ પગલું ભર્યું તે અંગે પરિવાર કાઈ જાણતો ન હોય ત્યારે મોતનું સચોટ કારણ જાણવા આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
