IIFA Awards: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર તો લાપતા લેડીઝે જીત્યા સૌથી વધુ એવોર્ડ, વાંચો IIFA એવોર્ડસના વિનર્સનું લિસ્ટ
રવિવારે રાત્રે IIFA એવોર્ડ્સ 2025 ના વિજેતાઓની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી. રવિવારે જયપુરમાં એક ભવ્ય સમારોહમાં IIFA એવોર્ડ્સની રજત જયંતિ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના મોટા ભાગના સ્ટાર્સ સામેલ થયા હતાં. કરીના કપૂર, કરણ જોહર, કાર્તિક આર્યન જેવા ઘણા સ્ટાર્સ ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.
#IIFA2025 #RajasthanTourism #IIFAJaipur #NEXA #CreateInspire #SobhaxIIFA@KumariDiya @RajCMO @my_rajasthan @NexaExperience @SobhaRealtyDXB @EaseMyTrip https://t.co/9LLgYuIc4L
— IIFA (@IIFA) March 9, 2025
8 માર્ચના રોજ જયપુર ખાતે IIFA એવોર્ડસમાં ડિજિટલ પ્લેટફોર્મને નવાજ્યા પછી 9 માર્ચે મોટા પડદા પર રિલીઝ થયેલી ફિલ્મો માટે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. કાર્તિક આર્યનને ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો. તો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ‘લાપતા લેડિઝ’ માટે નિતાંશી ગોયલને મળ્યો હતો. આ ઇવેન્ટમાં કુણાલ ખેમુ, રાઘવ જુયાલ સહિત ઘણા સ્ટાર્સનો કરિશ્મા જોવા મળ્યો. IIFA એવોર્ડસના તમામ વિનરનું લિસ્ટ આ મુજબ છે.
IIFA 2025 એવોર્ડસના વિનર્સનું લિસ્ટ
1. બેસ્ટ એક્ટર-કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા ૩)
2. બેસ્ટ એક્ટ્રેસ- નીતાંશી ગોયલ (લાપતા લેડીઝ)
3. બેસ્ટ ફિલ્મ – લાપતા લેડીઝ
4. બેસ્ટ ડિરેક્ટર – કિરણ રાવ (લાપતા લેડીઝ)
5. બેસ્ટ એક્ટર (નેગેટિવ રોલ) – રાઘવ જુયાલ (કિલ)
6. બેસ્ટ સપોટિંગ એક્ટ્રેસ – જાનકી બોડીવાલા (શૈતાન)
7. બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – રવિ કિશન (લાપતા લેડીઝ)
8. લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ- રાકેશ રોશન
9. બેસ્ટ ડિરેક્ટર ડેબ્યૂ- કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ)
10. બેસ્ટ ડેબ્યૂ (મેલ)- લક્ષ્ય લાલવાણી (કિલ)
11. બેસ્ટ ડેબ્યૂ (સ્ત્રી)- પ્રતિભા રંતા (લાપતા લેડીઝ)
12. બેસ્ટ લિરિક્સ – પ્રશાંત પાંડે (સજની: લાપતા લેડીઝ)
13. બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર – રામ સંપથ (લાપતા લેડીઝ)
14. બેસ્ટ સિંગર (મેલ)- જુબિન નૌટિયાલ (દુઆ: આર્ટીકલ 370)
15. બેસ્ટ સિંગર (ફીમેલ)- શ્રેયા ઘોષાલ ( ભૂલ ભુલૈયા 3)
16. બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન – સુભાષ સાડુ, બોલો કુમાર ડોલોઈ, રાહુલ કાર્પે (કિલ)
17. બેસ્ટ સ્ક્રીનપ્લે – સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)
18. બેસ્ટ ડાયલોગ – અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટીકલ 370)
19. બેસ્ટ સિનેમેટોગ્રાફી- રફય મહમૂદ (કિલ)
20. બેસ્ટ કોરિયોગ્રાફી – બોસ્કો (તૌબા તૌબા: બેડ ન્યૂઝ)
21. બેસ્ટ VFX- રેડ ચિલીઝ (ભૂલ ભુલૈયા ૩)
પહેલી જ ફિલ્મથી છવાઈ જાનકી અને નિતાંશી
#IIFA2025 #RajasthanTourism #IIFAJaipur #NEXA #CreateInspire #SobhaxIIFA@KumariDiya @RajCMO @my_rajasthan @NexaExperience @SobhaRealtyDXB @EaseMyTrip @imjankibodiwala https://t.co/u5Fi0QrJN1
— IIFA (@IIFA) March 9, 2025
આ એવોર્ડ ફંક્શનમાં આ વર્ષે ‘લાપતા લેડિઝ’ છવાયેલી રહી. આ ફિલ્મે IIFA માં સૌથી વધુ 7 એવોર્ડસ પોતાના નામે કર્યા. તો નિતાંશી ગોયલે ફિલ્મ ‘લાપતા લેડિઝ’ થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો અને એવોર્ડ જીત્યો. કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ‘લપતા લેડીઝ’નું નિર્માણ આમિર ખાન દ્વારા કરવામાં આવ્યું છે. તો સાથે જ ગુજરાતની એક્ટ્રેસ જાનકી બોડીવાલાએ પણ તેની પહેલી જ ફિલ્મ શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો.