દિવાળીના તહેવારમાં જગત મંદિરે જવાના હોય તો પહેલા જાણી લો સમય : દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર
યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રિકો જગત મંદિર દ્વારકાધીશના દર્શને આવતા હોય છે, ત્યારે દિવાળીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં 30મી ઑક્ટોબરથી ત્રીજી નવેમ્બર સુધી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
બુધવારે 30મી ઑક્ટોબર ધનતેરસના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
ગુરૂવારે 31મી ઑક્ટેબર રૂપ ચૌદસ અને દિવાળીના દિવસે સવારે 5:30 કલાકે મંગલા આરતી અને 1:00 અનુસાર બંધ થશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00 ખુલશે. હાટડી દર્શન સાંજે 08:00 વાગ્યે અને રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
શુક્રવાર પહેલી નવેમ્બર અન્નકુટ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. અન્નકુટ દર્શન 5:00થી 07:00 વાગ્યા સુધી અને રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
શનિવાર બીજી નવેમ્બર નૂતન વર્ષના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
રવિવાર ત્રીજી નવેમ્બર ભાઈ બીજ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.