Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

15 હજાર આપો તો, તમારા બાળકને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સિલેક્ટ કરાવી દઉં : અંડર 16માં સિલેક્શનના નામે છેતરપિંડી

Tue, April 8 2025

તમારો બાબો ટેલન્ટેડ છે, થોડો ખર્ચ કરો તો હું તેને મેઘાલય ક્રિકેટ એસોશિએશનમાં રેફરી છું જેથી તમારા બાળકને અંડર સિક્સ્ટી ટીમમાં સિલેક્ટ કરાવી નેપાળ ખાતે રમાનારી ક્રિકેટ મેચમાં રમવા મોકલવાની ગોઠવણ કરી દઉં !!! મૂળ કચ્છના અને હાલમાં રાજકોટમાં ઉલ્લુ બનાવવાની પીએચડી કરી રહેલા અઠંગ ખેલાડીએ રાજકોટના અનેક વાલીઓ-વિદ્યાર્થીઓ અને ક્રિકેટ કોચને શીશામાં ઉતારી દઈ અત્યાર સુધીમાં 35 થી 40 લાખ રૂપિયા હડપ કરી લીધા હોવાનું સમયે આવ્યું છે. હાલમાં રાજકોટમાં જુદી-જુદી જગ્યાએ ક્રિકેટ કોચિંગમાં જતા બાળકોના વાલીઓને આ મહાઠગથી સાવધાન રહેવાના મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

ક્રિકેટમાં કમાણી અને ક્રિકેટરોની લાઈફ સ્ટાઇલ જોઈ આજના યુવાનો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માટે રણજીટ્રોફીથી લઈ અન્ય ટુર્નામેન્ટમાં સિલેક્ટ થવા તનતોડ મેહનત કરી જુદી-જુદી ક્રિકેટ એકેડેમીમાં સામેલ થઇ પરસેવા પાડી રહ્યા છે અને વાલીઓ પણ પોતના બાળકોમાં રહેલું ટેલેન્ટ બહાર આવે અને નસીબ જોગે નેશનલ લેવલે પસંદગી થઈ જાય તો બેડો પાર થઇ જાય તેવી આશાએ બાળકો પાછળ ખર્ચો કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં અભ્યાસ કરી ગયેલ મૂળ કચ્છના વતની ગઠિયાએ ક્રિકેટ પ્રત્યેનો લોકોનો લગાવ જોતા લોકોને લૂંટવા સુવ્યવસ્થિત પ્લાન સાથે અત્યાર સુધીમાં અનેક લોકોને શીશામાં ઉતારવામાં સફળ થયો છે. હાલમાં તો આ શખ્સ રાજકોટમાંથી અદ્રશ્ય બની ગયો હોવાનું પણ છેતરપિંડીનો ભૉગ બનેલા લોકો જણાવી રહ્યા છે.

રાજકોટથી B P.Ed અને  M.P.Ed કરી હાલમાં સ્પોર્ટ્સમાં P.H.D કરી રહેલા મૂળ કચ્છના વતની એવા આ બુચ માંરુ ખેલાડીએ રાજકોટને છેતરવા અનોખો કીમિયો શોધી લોકોને છેતરી રહ્યો છે. પોતે મેઘાલય ક્રિકેટ એસોશિએશનમાં રેફરી હોવાનો દાવો કરી અનેક ક્રિકેટ કોચ તેમજ ક્રિકેટની ઉભરતી પ્રતિભાઓને સાણસામાં લેવા દાવ ખેલી રૂપિયા 15 હજાર ભરો તો તમારા બાળકને મેઘાલયની અંડર સિક્સ્ટી ક્રિકેટ ટીમમાં પસંદ કરાવી બાદમાં નેપાળ ખાતે યોજાનારી મેચમાં રમાડી નેશનલ લેવલે પસંદગી કરાવી લેવાની લાલચ આપતા રાજકોટના આઠથી નવ લોકો આ ભેજાબાજ ખેલાડીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે. જો કે, તમામ બાળકોના વાલીઓએ એક કોચને મધ્યસ્થી રાખી ગુગુલ પેથી અંદાજે 90 હજાર ચૂકવ્યા હતા. આ ચબરાક ભેજાબાજ ગઠિયાએ વાલીઓ અને કોચને વિશ્વાસમાં લેવા માટે ગો-આઈબીબોની અમદાવાદથી કાઠમંડુ સુધીની નકલી ટિકિટ અને મેઘાલય ક્રિકેટ એસોસીએશનના નકલી લેટર પેડ ઉપર તમારા બાળકો સિલેક્ટ થયાના નકલી લેટર પણ આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

છ મહિનામાં 35થી 40 લાખનું કરી નાખ્યું

ઠગાઈની પીએચડી કરવા મેદાનમાં ઉતરેલા કચ્છના અઠંગ ખેલાડીએ રાજકોટના યુનિવર્સીટી કેમ્પસમાં ક્રિકેટ કોચિંગ લેતા અનેક બાળકોના વાલીઓને બરાબરના સાણસામાં લઇ લીધા છે, છેલ્લા છ મહિનામાં જ આ શખ્સે વાલીઓ અને કોચને દિવા સ્વપ્ન બતાવી અંદાજે 35થી 40 લાખનું કરી નાખ્યું છે.આ શખ્સની મોડેસઓપરેંડી એવી છે કે, લોકો પાસેથી નાણાં મેળવી લઈ બાદમાં તેઓને બ્લોકમાં નાખી ગાયબ થઇ જાય છે અને થોડો સમય જતા બાદમાં ફરી મેદાનમાં આવી નવા શિકારને શોધી કાઢે છે.

મેઘાલયના નકલી રેફરી વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ

રાજકોટ શહેરના વાલીઓને છેલ્લે ફેબ્રુઆરી માસમાં છેતરીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા કચ્છના આ શખ્સ વિરુદ્ધ હાલમાં પોલીસ ફરિયાદ માટે ગતિવિધિ શરૂ થઇ છે, જો કે, કેટલાક બાળકોના વાલીઓ સરકારી નોકરિયાત હોવાથી 15-20 હજાર જેવી મામૂલી રકમ માટે ફરિયાદ કરવા ઇચ્છતા ન હોવાથી મધ્યસ્થી બનેલા કોચ પણ હાલમાં સૂડી વચ્ચે સોપારી થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

યુનિવર્સિટીએ પણ ચેતવું જરૂરી

સૌરાષ્ટ્રના અલગ -અલગ જિલ્લાઓના ખેલાડીઓને નેશનલ કક્ષાએ સિલેક્શન કરાવી આપવાની લાલચે નાની-નાની રકમની છેતરપિંડી કરી અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરી અદ્રશ્ય બની ગયેલ બુચ માંરુ અઠંગ ખેલાડી હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પીએચડી કરી રહ્યો હોવાનું છેતરાયેલા લોકો અને કોચ જણાવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ પણ ડોક્ટરેટની પદવી આપતા પૂર્વે આ મહાશયનો ઇતિહાસ -ભૂગોળ એક વખત ચેક કરવો જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

2008માં જયપુરમાં થયેલા ભયાનક ધડાકાઓના કેસમાં ચાર દોષિતોને આજીવન કેદ, ધડાકામાં 71 લોકોના મૃત્યુ થયા હતા

Next

રાજકોટની એગ્રો કંપની સાથે 194 કરોડની છેતરપિંડી ! મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, UP સહિતના રાજ્યોના 19 આરોપીઓને શોધવા ટીમ રવાના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
28 સેકન્ડ પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
17 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
33 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

મોંઘું ભલે પડે, વાહન તો પેટ્રોલથી ચાલતું જ લેવાનું
રાજકોટ
2 વર્ષ પહેલા
છત્તીસગઢમાં ભાજપે કેવા વચન આપ્યા…. જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં ટ્રેનનું અપહરણ : બ્લોચ લિબરેશન આર્મીએ 450 મુસાફરોને બંધક બનાવ્યાનો દાવો કર્યો, ગોળી યુદ્ધમાં 6 સૈનિકો ઠાર
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
રાજકોટનો લોકમેળો ટલ્લે ! માર્ગ મકાન વિભાગે હજુ પ્લાન જ નથી બનાવ્યો
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર