‘તે 8.50 લાખ વ્યાજે ન ચૂકવતા તો તારા પરિવારને મારી નાખશું’ કહી વ્યાજખોરોની ધમકી
સરધાર ગામે રહેતા યુવકે પાડોશમાં રહેતા બે ભાઈઓ પાસેથી રૂ.4.50 લાખ વ્યાજે લીધા હતા જેની સામે 7.63 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરતાં
રાજકોટમાં દિન પ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે.ત્યારે વધુ એક વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે ફરિયાદ નોંધાવી છે.સરધાર ગામે રહેતા યુવકે બે ભાઈઓ પાસેથી રૂ.4.50 લાખ વ્યાજે લીધા હતા.અને સામે તેને 7.63 લાખ વ્યાજ ચૂકવી દીધું હતું.છતાં બંને શખસોએ વધુ 8.50 લાખ વસૂલવા યુવકને ધમકાવી માર મારતા તેને આજી ડેમ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ સરધાર ગામે રહેતા સાગર રમેશ ભાલિયા નામના 26 વર્ષીય યુવકે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેના જ ગામના ભાવેશ મનસુખ સોલંકી અને વિપુલ મનસુખ સોલંકી પાસેથી વર્ષ 2022માં કુલ રૂ.4.50 લાખ 10 ટકે વ્યાજે લીધા હતા.અને તેની સામે 7.36 લાખ વ્યાજે ચૂકવી દીધા હતા.છતાં આરોપીઓ ફરિયાદી યુવક પાસેથી વધુ 8.50 લાખ વ્યાજની માંગણી કરી ધમકાવતા હતા.અને માર મારતા હતા.ઉપરાંત જો પૈસા ન ચૂકવેતો તેના પરિવારને મારી નાખવાની ધમકીઓ આપતા હતા.જેથી બંનેના ત્રાસથી કંટાળીને અંતે તેઓ વિરુદ્ધ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.