“મુજે જાને દો નહીં તો મે જાન દે દુંગી”! રાજકોટ એરપોર્ટ પર મહિલા પેસેન્જરની ધમાલ,સ્ટાફે અંતે મામલો થાળે પાડ્યો
રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સોમવારે બપોરના સમયે હિન્દીભાષી લેડી પેસેન્જરે ભારે ધમાલ મચાવી મુકી હતી. ગોવાની ફ્લાઈટમાં જવા સમયસર ન પહોંચી શકતા બોર્ડિંગ ન થઈ શક્યું અને મિજાજ ગુમાવ્યો હતો. ક્નવેયર બેલ્ટ પર ચડીને મુજે જાને દો નહીં તો મે અપની જાન દે દુંગી. મહિલા મુસાફરના દેકારાથી એરપોર્ટ સ્ટાફ પણ એકઠો થઈ ગયો હતો અને સમજાવટ કરી મહો મામલે થાળે પાડ્યો હતો.
પેસેન્જરના વર્તુળોમાંથી જાણવા મળેલી માહિતી મુજબ આજે સોમવારે રાજકોટ ગોવાની 12.10 વાગ્યાની ફ્લાઈટમાં ગોવાના પેસેન્જર્સનું બોર્ડિંગ થઈ ગયું છતાં હિન્દીભાષી મહિલા મુસાફર સમયસર પહોંચ્યા ન હતા. નિયમ મુજબ એકાદ કલાક પહેલાં તો એરપોર્ટ પર પહોંચવું પડે જેના બદલે હિન્દીભાષી મહિલા સવા અગિયાર વાગ્યા બાદ એરપોર્ટ પર આવ્યા હતા.
આ પણ વાંચો :રાજકોટમાં ફૂડઝોનના પાર્સલ બંધ કરાવતા કહેવાતા પત્રકારે માજા મુકી: છાત્રાલયના પ્રમુખને આપી ખૂનની ધમકી, જાણો શું છે મામલો
ટિકિટ હોવાથી ડિપાચર એરિયા સુધી તો મહિલાને એન્ટ્રી મળી ગઈ હતી પરંતુ બોર્ડિંગ થયું ન હતું. બોર્ડિંગ ન થવા દેતા મહિલાએ ત્યાં જ હો-હા મચાવી હતી. ક્નવેયર બેલ્ટ પર ચડી ગયા હતા. રાડો પાડવા લાગ્યા, હિન્દીમાં બોલવા લાગ્યા કે “મુજે જાને દો નહીં તો મેં અપની જાન દે દુંગી”. આવા શબ્દો સાંભળી અને ક્નવેયર બેલ્ટ પર ચડી જતાં થોડીવાર તો ત્યાં હાજર સ્ટાફ સ્તબ્ધ બની ગયો હતો.
ટર્મિનલ અને એરલાઈન્સ સ્ટાફ એકઠો થઈ ગયો હતો. સમજાવવાના પ્રયાસો કર્યા હતા. સાથે રહેલા અન્ય વ્યક્તિએ મહિલાને સમજાવી શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. જો એક મહિહલા બોર્ડિંગ કરાવવા માટે કાર્યવાહી થાય તો ફ્લાઈટ 20 મિનિટથી વધુ મોડી પડી શકે તેમ હોવાથી મહિલાને બોર્ડિંગ કરાવાયું ન હતું.
