જો તમને પણ કોઈ પૈસા ડબલ કરવાની આવી લોભામણી લાલચ આપે તો ચેતજો! રાજકોટના યુવકે ગુમાવ્યા કરોડો રૂપિયા
રાજકોટમાં છેતરપિંડીના કિસ્સા અટકવાનું નામ જ ન લઈ રહ્યા હોય તેવી રીતે દરરોજ એક બનાવ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યો છે ત્યારે આવી જ એક છેતરપિંડી યુવક સાથે થઈ છે જેણે પાંચ મહિનામાં પૈસા ડબલ કરવાના ચક્કરમાં 10.41 કરોડ ગુમાવવા પડતાં શહેરની આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં DCPનું નિયમના નામે જક્કી વલણ? પોલીસની આસ્થાને ઠેસ, ભારે કચવાટ! જાણો શું છે સમગ્ર મામલો
આ અંગે જીવરાજ પાર્ક મેઈન રોડ પર હાર્મની એક્ઝોટિકા, એ-702માં રહેતા અને ખેતીકામ કરતા નિકુંજ છગનભાઈ વોરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે વાવડીમાં એપેક્ષ ઈન્ડસ્ટ્રીઝ નામે ફેબ્રુકેશનનું કારખાનું ધરાવે છે. તેના મિત્ર ભાવેશ સભાયા અવાર-નવાર કારખાને આવતો હોય નિકુંજે ભાવેશને મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગના ધંધામાં રોકાણ કરવા માટે કહ્યું હતું. આ પછી ભાવેશે નિકુંજને રોહિત કંકાણીયા કે જે નાનામવા રોડ પર 9-સ્કવેર બિલ્ડિંગમાં યુનિવર્સલ ટ્રેડલિંગ નામે ઓફિસ ધરાવે છે તેને ત્યાં રોકાણ કરવાથી સારું વળતર મળશે અને પાંચ મહિનામાં રોકાણ કરેલા રૂપિયા બમણા થઈ જશે તેવી વાત કરી હતી.
આ પણ વાંચો : રાજકોટના 29 શખસોએ વાંકાનેરના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી : જમીન વેચાણ માટે 7/12 કઢાવવા ગયા તો…!
આ પછી નિકુંજે રોહિત કંકાણીયા સાથે મુલાકાત પણ કરી હતી. ભાવેશે ત્યારે કહ્યું હતું કે રોહિત કકાણિયાને કેપિટલ મની માર્કેટનો ધંધો છે અને તેમાં મોટાપાયે રોકાણ કરવામાં આવે છે. રોહિતને દુબઈમાં પણ સંપર્ક છે અને રોહિત જ આ તમામ વહીવટ કરતો હોવાનું ભાવેશે કહ્યું હતું. રોહિત દુબઈની સ્પેશ વર્લ્ડ કેપિટલ કંપનીમાં રોકાણ કરતો હોવાનું અને દુબઈની કંપનીની ઓફિસ મહારાષ્ટ્રમાં આવી હોવાનું જણાવ્યું હતું જેનું સંચાલન સુશીલ મોઝર નામની વ્યક્તિ કરે છે.
આ પણ વાંચો : VIDEO : ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યું : તણખલાંની જેમ તણાયાં અનેક ઘરો,4 લોકોના મોત, 50 લોકો લાપતા
આ પછી નિકુંજે રોકાણ કરવાનું નક્કી કરી રોહિતની પત્નીના ખાતામાં ત્રણ લાખનું રોકાણ કર્યું હતું. આ પછી 1.92 કરોડ, બે કરોડ, ત્રણ લાખ, 17.50 લાખ, 25 લાખ, 2.10 કરોડ, 50 લાખ, 44.80 લાખ મળી કુલ 10.41 કરોડ જેવી રકમનું રોકાણ રોહિતની કંપનીમાં કર્યું હતું. આ માટે નિકુંજે પોતાના પાસે રહેલી રકમ ઉપરાંત પરિવારજનો પાસેથી પણ ઉધાર-ઉછીના પૈસા લીધા હતા. ત્યારબાદ રોહિતે ત્રણ મહિના સુધી 20% વળતર લેખે ૭૫ લાખ જેટલી રકમ ચૂકવી હતી. જો કે એ પછી વળતર ન આપતા ઉઘરાણી કરી હતી પરંતુ રોહિતે એવું બહાનુંઆપ્યું હતું કે મહારાષ્ટ્રમાં ચૂંટણી ચાલી રહી હોવા ઉપરાંત ડિસેમ્બર એન્ડીંગ ચાલતું હોવાથી દુબઈ કંપનીમાંથી વળતર ચૂકવવામાં આવતું નહીં અને તમને રોકાણ પરત મળશે નહીં. રોકાણને આટલા મહિના થઈ ગયા છતા કશું જ વળતર ન મળતા આખરે રોહિત શાંતિલાલ કકાણિયા અને તેની પત્ની પ્રફુલા રોહિત કકાણિયા સામે ફરિયાદ નોંધાવી હતી.
