‘કાળિયા ઠાકોર’નો આદેશ હશે તો ‘લાલો-2’ બનાવીશું! 100 કરોડનાં કલબમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ખાસ વાતચીત
92 વર્ષનાં ઈતિહાસમાં 100 કરોડનાં કલબમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ “લાલો” નાં કાનો,તુલસી અને ભગવાન શ્રીકૃષ્ણ ને આ પાત્રોને જન્મ આપનાર ડાયરેક્ટર અંકિત સખીયા,પ્રોડ્યુસર જય વ્યાસ,અજય પાદરિયા “વોઇસ ઓફ ડે” મીડિયાનાં અતિથિ બન્યાં હતાં.
ફિલ્મની અકલ્પનિય અને ઐતિહાસિક સફળતા બાદનું રિએક્શન આપતાં કલાકારોએ કહ્યું કે,ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે નવા ફિલ્મ મેકર્સ અને નવોદિત કલાકારો માટે દરવાજા ખુલશે. જે રીતે લોકોએ અમને હૃદયમાં સમાવ્યા છે એના માટે અમે આ જન્મ આખો ઋણી રહીશું.હવે અમારી જવાબદારી સમાજ માટે વધુ રહેશે.
જો આ ફિલ્મ હિન્દી ભાષામાં કે અન્ય ભાષામાં બને તો ક્યાં કલાકારો હોય શકે..? જેનો જવાબ આપતાં ડિરેકટર અંકિત સખીયા જણાવે છે કે,અમે બોલીવુડનાં જાણીતા કલાકારોની કલ્પના ન કરી શકીએ પણ હા,નવોદિત કલાકારો કદાચ ભૂમિકા ભજવી શકે પણ આ પાત્રમાં ન્યાય આપણા જ કલાકારો આપી શકે.
આ પણ વાંચો :રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખોડલધામમાં : પ્રદેશ પ્રમુખ, નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ યોજાશે
લાલો ફિલ્મના પાર્ટ 2 વિશે શું વિચારણા..? અંગે જણાવ્યું કે જો કાળિયોઠાકોર દિલમાં વસે ને કહે કે, પાર્ટ 2 લાવો તો અમે પાર્ટ 2 માટે તૈયાર છીએ.હાલમાં તો ટૂંક સમયમાં હિન્દી ભાષામાં ડબ કરવાની કામગીરી શરૂ કરીએ છીએ જેથી પુરા ભારતમાં આ ફિલ્મ દર્શકો નિહાળી શકીએ.
લાલો – કૃષ્ણ સદા સહાયતે 2025ની એક ભારતીય ગુજરાતી ધાર્મિક ડ્રામા ફિલ્મ છે, જેના દિગ્દર્શક અંકિત સખિયા છે અને લેખન કૃષાંશ વાજા, વિક્કી પૂર્ણિમા અને અંકિત સખિયાએ કર્યું છે। ફિલ્મમાં રીવા રાછ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી, મિષ્ટી કડેચા અને અન્ય કલાકારો અભિનય આપી દર્શકોનું દિલ જીતી લીધું છે,આ ફિલ્મનું નિર્માણ મેનિફેસ્ટ ફિલ્મ્સ અને જય વ્યાસ પ્રોડક્શન દ્વારા થયું છે, જ્યારે આર.ડી. બ્રધર્સ મૂવીઝ અને સોલ સૂત્રાએ પ્રેઝેન્ટર અને સહ-નિર્માતા તરીકે ભાગ લીધો છે.
10 દિવસનાં બાળકને લઈ માતા દર્શન કરવા આવી
આ કલાકારો જ્યાં જાય છે ત્યાં તેમને મળીને દર્શકોની આંખમાંથી દડ… દડ..આંસુ વહે છે..આ ફિલ્મ ધાર્મિક કથા છે.ભગવાન શ્રીકૃષ્ણએ અમને રસ્તો બતાવ્યો એમ અમે આ ફિલ્મ બનાવ્યું છે. જ્યારે લોકો અમને ભગવાન સમજીને અમને વધાવવે છે,તેમની શ્રદ્ધા અને પ્રેમ જોઈને એવું લાગે છે કે આ ફિલ્મમાં “લાલા”નાં સાક્ષાત આશીર્વાદ છે.તાજેતરમાં બનેલો કિસ્સો વર્ણવતા કહ્યું કે,એક મહિલા 10 દિવસનાં બાળકને લઈને આવ્યા હતા ને લાલાને ખોળામાં આપ્યો ને કહ્યું કે મારા બાળકને આશીર્વાદ આપો…ત્યારે અમે મીડિયાનાં માદયમથી એટલું જ કહીએ છીએ દરેકનાં હૃદયમાં ભગવાન વસે છે.અમે આ પાત્રો માટે અભિનય આપ્યો છે.
કરોડોની કમાણીમાંથી સેવાની સરવાણી વ્હાવાનો સંકલ્પ
100 કરોડની કમાણી કરનાર આ ફિલ્મની ટીમએ જણાવ્યું હતું કે,અમને કલ્પના ન હતી કે ફિલ્મ 100 કરોડનાં કલબમાં પહોંચી જશે…આ કાન્હાનાં આશીર્વાદ જ છે,હવે એમનાં જ આશીર્વાદથી સમાજ માટે સેવાના કાર્યો શરૂ કરીશું,પ્રથમ ચરણમાં અમે જૂનાગઢમાં આવેલી શ્રીજી હોસ્પિટલને દત્તક લીધી છે જ્યાં આવતા દર્દીઓને ચેકઅપ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે.
