‘મારી જાતે જ પગલું ભરૂ છું’…રાજકોટના ફાઇનાન્સર બીશુભાઈ વાળાએ ચિઠ્ઠી લખી છાતીમાં ગોળી ધરબીને કર્યો આપઘાત
રાજકોટના પોશ વિસ્તાર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર નજીક રહેતા ફાઈનાન્સર, બિલ્ડર કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી બીશુભાઈ બહાદુરભાઈ વાળા (ઉ.વ.62) એ વતન જસદણના ભંગડા ગામે જાતે જ છાતીમાં ગોળી ધરબી દઈને આત્મહત્યા કરી લેતા સગાસ્નેહીઓ, સંબંધીઓ, બહુધા મિત્ર વર્તુળ, કાઠી ક્ષત્રિય સમાજમાં અરેરાટી થઈ પડી છે. આજી ડેમ પોલીસની પ્રાથમિક તપાસમાં બિમારીથી કંટાળીને ગઇકાલે વહેલી સવારે વાડીએ માતાજીના મંદિર પાસે જ આત્મઘાતી પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.

સમગ્ર ઘટનાની પોલીસના વર્તુળોમાંથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ બીશુભાઈ વાળા આજે વહેલી સવારે તેમના રાજકોટના નિવાસ સ્થાનેથી કાર લઈને વતન જસદણના ભંગડા ગામે તેમની વાડીએ પહોંચ્યા હતા. વાડીએ ગાત્રાળ માતાજીના મંદિર પાસે બેસીને પૂજા-દર્શન કર્યા હતા. વાડીએ રહેતા ભાગીયાને (ભાગમાં વાડી વાળતા વ્યક્તિ) ચા બનાવવાનું કહ્યું. ચા પીધા બાદ ફરી જાપ કરવા લાગ્યા હતા. બીજી વખત પાછી ભાગીયાને કહીને ચા બનાવડાવી હતી અને ચા પીધી હતી. થોડીવાર બાદ ફરી ચા | બનાવવાનું કહેતા અને ભાણુભાને ફોન કરીને બોલાવ
કહેતા ભાગીયો ચા બનાવવા ગયો હતો. એટલી જ વારમાં બીશુભાઈએ તેમની પાસે રહેલી રિવોલ્વરમાંથી પોતાની છાતીએ એક રાઉન્ડ ફાયર કરી ગોળી ધરબી લીધી હતી. વહેલી સવારે શાંત વાતાવરણમાં ફાયરિંગનો અવાજ આવતા ભાગીયો તુરંત જ દોડયો હતો. ગામમાં રહેતા તેમના નજીકના પરિજનો, રાજકોટ પરિવારને જાણ કરી હતી. બધા તાબડતોબ ભંગડા વાડીએ પહોંચ્યા હતા. વાડીએ લોહીયાળ હાલતમાં બીશુભાઈનો નિષ્પ્રાણદેહ પડયો હતો.

બનાવના પગલે એસીપી આર.એસ. બારૈયા, પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એમ.જે. હુણ તથા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે લવાયો હતો. પોલીની પ્રાથમિક તપાસમાં બીશુભાઈએ 15 દિવસ પૂર્વે પેટની બીમારીની સર્જરી કરાવી હતી. બીમારીથી માનસિક રીતે પાછા પડી ગયા હતા અને નર્વસ રહેતા હતા. હવે સહન નથી થતું તેવી વાતો કરતા હતા. આજે વહેલી સવારે ત્રણેક વાગ્યા બાદ રાજકોટથી તેમની જીમની કાર લઈને વાડીએ ભંગડા પહોંચ્યા હતા. જ્યાં થોડીવાર બાદ વાડીએ બે વખત ચા પીને અંતિમ પગલું ભરી લીધું હતું. બીશુભાઈની મનોસ્થિતિની દવા પણ ચાલુ હતી. ડાયાબિટીસ, બી.પી.ની પણ બીમારી હતી. બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધાનું પોલીસના સૂત્રોમાંથી જાણવા મળે છે.

આપઘાત પૂર્વે લખેલી અંતિમ ચિઠ્ઠી, ‘મારી જાતે જ પગલું ભરૂ છું’
બીમારીથી કંટાળી બીશુભાઈ વાળાએ મોત મીઠું કરવાનું મન મનાવી લીધું હોય તેમ આપઘાત કરતાં પૂર્વે એક ચિઠ્ઠી (સ્યુસાઈડ નોટ) લખી હતી જે પોલીસને હાથ લાગી છે. મારી જાતે જ પગલું ભરું છું, કોઈ જવાબદાર નથી. આવા શબ્દોનો ઉલ્લેખ કરાયો હોવાનું જાણવા મળે છે. થોડા દિવસથી નજીકના વ્યક્તિઓને કહેતા હતા કે હવે હું નહીં જીવી શકું, રોગ મને નહીં જીવવા દે.
આ પણ વાંચો : ગુજરાતના રાજકારણમાં હાઇવોલ્ટેજ ડ્રામા : ચેલેન્જ પૂરી કરવા વિધાનસભા આવેલા કાંતિ અમૃતિયા રાજીનામું આપ્યા વગર જ થયા રવાના
ભાગીયાને કહ્યું, ચા બનાવ, ભાણુભાને બોલાવ, મારે આપઘાત કરી લેવો છે
રાજકોટથી ભંગડા ગામે વાડીએ પહોંચેલા બીશુભાઈએ વાડીએ જ મકાનમાં માતાજીના મંદિરમાં પૂજા કરી હતી. ભાગીયાને કહ્યું કે ચા બનાવ, મારે આપઘાત કરી લેવો છે, ભાગીયા પાસે થોડા-થોડા અંતરે બે વખત ચા બનાવડાવી હતી અને પીધી હતી. ત્રીજી વખત ચા બનાવવાનું કહ્યું અને સાથે એમ પણ કહ્યું કે ભાણુભાને બોલાવ, મારે તો આપઘાત કરવો છે. ભાગીયો ચા બાનવા ગયો અને ફોન કરવા જતો હતો ને પરિવારના કોઈ સભ્યો પહોંચે એ પૂર્વે જ છાતીમાં ગોળી ઉતારી લીધી હતીનું પોલીસને જાણવા મળ્યું છે. ગત રાત્રે ઘરે બારેક વાગ્યા સુધી પરિવારના સભ્ય સાથે બેઠા હતા, આજે વહેલી સવારે ઘરેથી નીકળીને વાડીએ પહોંચ્યા હતા.