સુપેલ રાઈસ પર I.T.નું એક્શન:ગાંધીધામ યુનિટ પર દરોડા
દેશના અલગ રાજ્યોમાં આવેલી રાઈસ મિલ પર તપાસ:રાજકોટ વિંગની ટીમ જોડાઈ
અમદાવાદમાં ટેક્સ પર ક્લેઇમ કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનાર વણિક દંપતિને ત્યાં મકરસંક્રાંતિ સુધી આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું ત્યારબાદ ગુરુવારે ઇન્કમટેક્સની ટીમ ગાંધીધામમાં પહોંચી હતી.
જાણવા મળતી વિગત અનુસાર ગાંધીધામમાં આવેલા સુપલ બાસમતી રાઈસ પર આવકવેરાના દરોડા પડ્યા છે. દેશના અલગ અલગ રાજ્યોમાં આ રાઈસ મિલ પર ચાલી રહેલા સર્ચ ઓપરેશનના અનુસંધાને ગાંધીધામમાં આવેલા યુનિટ પર રાજકોટ આવકવેરા વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચા હતા. ગુરુવારે સવારથી શરૂ થયેલી તપાસ હજુ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.વિશ્વના સૌથી મોટા નિકાસકાર અને મીલરમાં આ બાસમતી ચોખાનો સમાવેશ થાય છે.
