આટલું ગંદુ રાજકારણ મેં જોયું નથી : અખિલેશ-કેજરીવાલને હર્ષ સંઘવીનો જવાબ
સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ અને આપનાં અરવિદ કેજરીવાલે ગુજરાતના શિક્ષણ મોડેલ મામલે ટ્રીટ કરી વિવાદોનો મધપૂડો છેડયો છે ત્યારે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કર્યો છે.હર્ષ સંઘવીએ કહ્યું છે કે, આટલું ગંદુ રાજકારણ મેં જોયું નથી. અખિલેશ યાદવે એક ટ્રીટ કર્યું છે અને તેમાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડનો ઉલ્લેખ છે.
નવાઈની વાત એ છે કે તેણે જે 10મા બોર્ડની પરીક્ષાના પરિણામોની વાત કરી છે તે વર્ષ ૨૦૨૩ના હોવાનું કહેવાય છે. આ વર્ષના પરિણામો તો હજુ આવ્યા જ નથી. અખિલેશે ટ્રીટ કરી કહ્યું છે કે ગુજરાત બોર્ડની દસમાની પરીક્ષામાં 157સ્કૂલમાંથી એકપણ બાળક પાસ થયું નથી. આ છે ગુજરાત મોડેલ, ગુજરાત મોડેલ જ ફેલ ગયું છે.
તેની પોસ્ટને દિલ્હીના પૂર્વે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ સમર્થન આપ્યું અને જણાવ્યું કે આ ગુજરાત મોડેલ છે અને આ જ તેમની ડબલ એન્જિન સરકાર છે.