કપાસ, સોયાબીન, અળદ, તુવેર, તલ, લસણ, ઘઉં સહિતની કૃષિપેદાશો ભરેલા વાહનો ઠલવાયા
રાજકોટ માર્કેટ યાર્ડમાં સોમવારે યાર્ડ ઉઘડતાની સાથે કૃષિ ઉપજની જંગી આવક નોંધાઈ હતી. અંદાજે 1000થી વધુ વાહનો વિવિધ પાકોથી ભરાઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. કપાસ, તુવેર, ચણા, ઘઉં સહિતની મુખ્ય જણસીઓની મોટી માત્રામાં આવક થતા વેપારીઓ અને ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે વિવિધ ખેતપેદાશો નાના મોટા વાહનો ના થપ્પા લાગ્યાહતા. યાર્ડમાં 8000 મણ જેવો કપાસ, સોયાબીન 1300 મણ, અળદ 2400 મણ, ઘઉં 3300 મણ અને ચણા 5700 મણની આવક થઈ હતી.
આ સાથે તુવેર 10300 મણ, મગ 800 મણ, લસણ 3000 મણ, િંસગફાડા 4800 મણ, સફેદ તલ 2500 મણ, જીરું 4400 મણ અને કાળા તલ 500 મણ જેવા અંદાજીત આંક મુજબના વિવિધ પાકોની આ આવકને કારણે યાર્ડમાં જણસીથી ભરાયું હતું.
