રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
રાજકોટ માર્કેટ યાર્ડમાં રવિવારની રજા બાદ યાર્ડ ઉઘડતા સોમવારના રોજ અલગ અલગ ખેત પેદાશો સાથે 1150થી વધુ વાહનો યાર્ડમાં ઠલવાયા હતા. કપાસ, મગફળી, તુવેર, ઘઉં, ચણા, મગ, લસણ, સિંગફાડા, તલ અને જીરું સહિત વિવિધ પાકોની સારા પ્રમાણમાં આવક આવક થઇ છે. વેપારીઓની સારી હાજરી અને હરાજીથી ભાવો પણ સારા રહ્યા હોવાનું યાર્ડના સુત્રોમાંથી જાણવા મળે છે.
કપાસની 9000 મણ જેવી આવક રહી હતી. મગફળીની 9300 ગુણી સાથે 14000 મણ, સોયાબીન 3000 મણ, તુવેર 9000 મણ અને અડદ 400 મણ, ઘઉં 9000 મણ, ચણાની આવક 11200 મણ સુધી પહોંચી હતી. મગ 800 મણ અને લસણ 2300 મણ આવ્યાં હતા. સિંગફાડાની આવક 6500 મણ નોંધાઈ હતી. તે ઉપરાંત સફેદ તલ 1200 મણ, જીરું 4900 મણ અને કાળા તલ 800 મણ માર્કેટયાર્ડમાં ઠલવાયા.
આ પણ વાંચો:સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
કપાસનો એક મણનો ભાવ 1380થી 1592 રૂપિયા, જાડી મગફળીનો ભાવ 1370થી 1545 , ઝીણી મગફળીનો ભાવ 1405થી 1555 , સોયાબીનનો ભાવ 950થી 1028 , તુવેરનો ભાવ 1125થી 1600 , અડદનો ભાવ 950થી 1650 , મગનો ભાવ 850થી 1909 , લસણનો ભાવ 950થી 1460 , સિંગફાડાનો ભાવ 1080થી 1800 , કાળા તલનો ભાવ 2974થી 4525 , સફેદ તલનો ભાવ 1444થી 2100 રૂપિયા, જીરુંનો ભાવ 3960થી 4500 રૂપિયા રહ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
