સુરત એરપોર્ટ પર ડ્રગ્સનું મોટું કોભાંડ, 1.68 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત
સુરત એરપોર્ટ પર DRI અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરતાં બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે.
17 નવેમ્બરે થાઇલેન્ડથી સુરત પહોંચેલા જાફર ખાનની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા શરૂઆતમાં 1.68 કિલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹1.40 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું.
આરોપીની તાત્કાલિક ધરપકડ કરીને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા. તપાસ આગળ વધતાં મામલો વધુ ચોંકાવનારો બન્યો.
રિમાન્ડ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે વધુ 4.800 કિલોગ્રામ હાઇડ્રોપોનિક કેનાબીસ જપ્ત કરી, જેના કારણે આખું ડ્રગ્સ નેટવર્ક રડાર પર આવી ગયું છે.
પૂછપરછમાં ખુલ્યું કે સ્મગ્લિંગ માટે ટ્રોલીબેગમાં કાર્બન પેપરથી ખાસ કવર બનાવી એરપોર્ટ સ્કેનિંગને ચકમો આપવાનો ફિલ્મી પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
