‘હું તો બોલીશ-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ’ ડોક્યુમેન્ટરીનું તા.22એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભ પટેલના હસ્તે લોન્ચિંગ
VOD Vibes પ્રસ્તુત અને `વોઈસ ઓફ ડે મીડિયા’ દ્વારા નિર્મિત `હું તો બોલીશ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ’ ડોક્યુમેન્ટરીનું આગામી તા.22ને સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોન્ચિંગ થવાનું છે.
ગાંધીનગરમાં કોબા સર્કલ પાસે જે. એસ. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાંજે 6-30 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે.
આ ડોક્યુમેન્ટરીના પ્રોડ્યુસર મીરા મણિયાર છે, જયારે ડીરેક્શન દર્શન પરમારે કર્યું છે. આ ડોક્યુમેન્ટરીમાં પત્રકાર રોનક પટેલ વિશે ઘણી એવી બાબતો દર્શાવવામાં આવી છે જે અત્યાર સુધી બહાર આવી જ નથી. રોનક પટેલ પોતાના ટીવી કાર્યક્રમ `હું તો બોલીશ’ દ્વારા રાજ્યમાં જ્યાં જ્યાં ખોટુ થતું હોય અને તેની અસર સીધી પ્રજાને થતી હોય તેવી બાબતોને ઉજાગર કરે છે અને તંત્રનો જવાબ માગે છે. આ કાર્યક્રમ ઘણો લોકપ્રિય છે.
આ પણ વાંચો :રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં RBA પેનલનો વિજય: વકીલોએ સુમિત વોરાને પોતાના નેતા તરીકે સ્વીકાર્યા
આ ડોક્યુમેન્ટરીમાં રોનક પટેલના શરૂઆતના જીવનના સંઘર્ષથી લઈને એક સફળ પત્રકાર તરીકે થયેલા અનુભવોને વણી લેવામાં આવ્યા છે. રોનક પટેલને નજીકથી જાણતા કેટલાક મહાનુભાવોએ આ ડોક્યુમેન્ટરીમાં પોતાના પ્રતિભાવો પણ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ડોક્યુમેન્ટરીનું ટીઝર પણ થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે જ રીલીઝ કરવામાં આવ્યુ હતું.
આ ટીઝર રીલીઝ થયા બાદ માત્ર મીડિયા જગત જ નહી પરંતુ સરકારી અધિકારીઓ અને રાજકીય લોકો પણ ઉત્કંઠાથી ડોક્યુમેન્ટરી રીલીઝ થાય તેની રાહ જોતા હતા. હવે આ ડોક્યુમેન્ટરી તા. 22ને સોમવારે સાંજે રીલીઝ થઇ રહી છે.
