ફિલ્મી કલાકાર ખુશ્બુ શર્મા, હાસ્યકાર સુરેશ અલબેલા, હિમાંશુ બવંડર, મુન્ના બેટરીનું આજે હાસ્ય કવિ સંમેલન
હોળીના તહેવાર પૂર્વે રાજકોટ મહાપાલિકા દ્વારા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન-રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક-બે નહીં બલ્કે છ-છ કલાકારનું હાસ્ય કવિ સંમેલન યોજવામાં આવ્યું છે. આજે એક સાથે છ કલાકારો રાજકોટને હાસ્ય અને કવિતાથી તરબોળ કરી દેશે.આ હાસ્ય કવિ સંમેલનને ‘હોલી કે રંગ હાસ્ય રસ કે સંગ’ નામ આપવામાં આવ્યું છે.
જેમાં મનોહર મનોજ (કટની-હાસ્ય સમ્રાટ), ખુશ્બી શર્મા (ન્યુ દિલ્હી-કવિતા અને ગઝલ), મુન્ના બેટરી (મંદસૌર-લાફ્ટર), સુમિત મિશ્રા (ઓરછા-દેશભક્તિ વીરરાસ), સુરેશ અલબેલા (મુંબઈ લાફ્ટર ચેમ્પિયન) અને હિમાંશુ બવંડર (ઉજ્જૈન લાફટર) જમાવટ કરશે. આ કાર્યક્રમનો પ્રારંભ રાત્રે ૮:૩૦ વાગ્યાથી શરૂ થશે જેમાં લોકોને મોટી સંખ્યામાં ઉમટી પડવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.