Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ નવી શરતની તમામ જમીનો હવેથી જૂની શરતની

Wed, April 9 2025

તમામ મામલતદારોને જૂની શરતમાં ફેરવવા નોંધ પાડવા આદેશ
ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ

ગુજરાત સરકારે ઐતિહાસિક કહી શકાય તેવો મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણવા નક્કી કર્યું છે અને રાજ્યના તમામ મામલતદારોને આવી નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવતી સુઓમોટો કાર્યવાહી કરવા આદેશ કરી સાથે જ ખેડૂતોને આવી જમીનના કિસ્સામાં ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ આપવા પણ નિર્ણય લીધો છે.


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે એટલે કે સુઓમોટો નોંધ પાડવાની રહેશે.


વધુમાં પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ક્રાંતિકારી નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા,વેપાર સ્થાપવા માટે જૂનીશરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે, રોજગારી તથા રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. તથા સરકારી કચેરીઓમાં પ્રિમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે.

ગ્રામ્ય વિસ્તારમાં નવી શરતની જમીનની ખરીદી નીકળશે
હાલમાં રિયલ એસ્ટેટક્ષેત્રે મંદીનો માહોલ છે ત્યારે સરકારના આ નિર્ણયને પગલે ગ્રામીણ વિસ્તારમાં વણ વેચાયેલી પડેલી પ્રીમિયમપાત્ર જમીનોનું વેચાણ વધશે. અત્યાર સુધી પ્રીમિયમ ભરવાની જફા અને સરકારી કચેરીઓમાં પ્રીમિયમ નક્કી કરવા માટે ખાવા પડતા ધક્કાના કારણે આવી જમીનના ખરીદનાર મળતા ન હતા પરંતુ સરકારના આ નિર્ણયથી હવે આવી જમીનો પણ કિમતી બનશે.

મહેસુલી ટાઇટલ પ્રમાણપત્ર લઇ લો તો દસ જ દિવસમાં બિનખેતી
રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યુ કે, વિકાસને વેગવંતો બનાવવા રાજ્ય સરકારે લોકાભિમુખ વહીવટની પરંપરાને આગળ ધપાવીને મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવાની જે વ્યવસ્થા ઊભી કરી છે. જે અન્વયે સંબંધિત કલેકટરશ્રીને અરજી કર્યાની તારીખથી 30 દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો ૧૦ દિવસમાં પ્રીમિયમ, દંડ, રૂપાંતરણ, વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે. પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડને પકડી પાડતી ATS, 7 લોકોની કરી ધરપકડ

Next

શું રાજકોટના હીરાસર એરપોર્ટથી દારૂની હેરાફેરી થાય છે અને એરપોર્ટ સિક્યુરિટી, શહેર પોલીસને પણ નહીં જાણ? વાંચો શું છે સમગ્ર ઘટના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
71મો નેશનલ એવોર્ડ: SRK-વિક્રાંત મેસી શ્રેષ્ઠ અભિનેતા, ‘વશ’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, જાનકી બોડીવાલા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
3 કલાક પહેલા
દુષ્કર્મના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના દોષિત જાહેર : કોર્ટમાંથી રડતો-રડતો આવ્યો બહાર
3 કલાક પહેલા
ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત
3 કલાક પહેલા
Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2312 Posts

Related Posts

દર્દીઓને લૂંટાવા’ નહીં દેવાય,બહાર’ની દવા લખનાર તબીબ સામે કાર્યવાહી થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં RSSનો કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ…જુઓ એકત્રીકરણ….
રાજકોટ
2 વર્ષ પહેલા
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ભોપાલથી દિલ્હી માટેની ફ્લાઈટમાં તૂટેલી સીટ મળતા એર ઈન્ડિયાની કરી આકરી ટીકા
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
શું કોઈ પણ સમયે તૂટી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ??? જાણો હકીકત દર્શાવતી તસવીરો વિશે
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર