સુરતમાં શ્રીજીની પ્રતિમા પર વિધર્મીઓએ કર્યો પથ્થરમારો : 27ની અટકાયત, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત
હાલ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના સુરતમાં ટીખળખોરો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગણેશ પંડાલ પર પથ્થરમારો કરી તંગદિલી ભર્યુ વાતાવરણ ઉભુ કર્યુ હતુ.જેને લઈ ગુહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા.આ સમગ્ર ઘટનામાં પોલીસે ધમાલ કરનાર 27થી વધુ લોકોની અટકાયત કરી છે,જેમાંથી 6 લોકો સગીર વયના છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના સૈયદપુરા વિસ્તારની છે અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 વિધર્મી લોકોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. 6 મુસ્લિમોમાં 4 વયસ્ક છે જ્યારે 2 લોકો સગીર ઉંમરના છે. રાત્રે 9 વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવીને ગણેશ પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો જે બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો અને મામલો ઉગ્ર બનતા ગુહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને આ મામલે હાલ 27 લોકોની અટકાયત કરી હોવાનું ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું.
ગણેશ પંડાલમાં પથ્થમારાને લઈને એક્શન લેવામાં આવ્યું છે. ગૃહરાજ્યમંત્રીના કહ્યા અનુસાર આરોપીઓને સૂરજ ઊગે તે પહેલા પકડી પાડવામાં આવશે ત્યારે તેમણે તેમનું વચન પાડ્યું છે. પોલીસના અધિકારીઓ-પદાધિકારીઓને રાત્રિથી કડક સૂચના આપી દેવામાં આવી હતી ત્યારે પોલીસે તાળા તોડીને પથ્થરબાજોને ઘરમાંથી કાઢ્યા હતા. મોડી રાત્રે તાળા તોડીને પોલીસ ઘરમાં ઘૂસી હતી અને ઘરમાં છુપાઈ ગયેલા પથ્થરબાજોને તાળા તોડીને કાઢ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન
સૈયદપુરા વિસ્તારમાં પથ્થર મારાની ઘટના મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે કે કોઈપણ પથ્થરબાજ છુપાઈ શકશે નહીં. ગમે એવા તાળા લગાવશે પણ બચી નહીં શકે. સુરત પોલીસ ગમે તેવા તાળા હશે તે તોડી દેશે. તાળા તોડીને પણ પોલીસ પથ્થરબાજોને પકડી લેશે. સીસીટીવી. વીડિયો વિઝ્યુઅલ્સ, ડ્રોન વિઝ્યુઅલ્સ અને અન્ય ટેક્નોલોજીથી નજર રાખવામાં આવી રહી છે. કોમ્બિંગ હજુ પણ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થા તોડવાનો પ્રયત્ન કરનાર કોઇપણ વ્યક્તિને છોડવામાં નહી આવે.
#WATCH | Surat: Gujarat Home Minister Harsh Sanghvi says, "In the Sayedpura area of Surat, today 6 people pelted stone on the Ganesh Pandal…All these 6 people were arrested and the police have also arrested the other 27 people who were involved in encouraging such… https://t.co/eajyY1ngWy pic.twitter.com/dgPNib18pV
— ANI (@ANI) September 8, 2024
તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી ટીમો પથ્થરબાજોની ઓળખ કરવામાં અને તેમને સજા અપાવવામાં આખી રાત કર્યું હતું અને હજુ પણ ચાલુ છે. મહેરબાની કરીને ખોટા મેસેજથી સાવધાન રહો. હું અને મારી ટીમ ઘટનાસ્થળે હાજર છીએ. મેં ગાંધીનગરના તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે આખો દિવસમાં સુરતમાં જ રહીશ. બપોર બાદ પત્રકાર પરિષદ સંબોધી તમામ માહિતી આપીશ.

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત
સુરત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. સ્થિતિ બગડે તે પહેલાં સુરત પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. સૈયદપુરા વિસ્તારમાં મોટાપાયે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. ડ્રોન વડે પોલીસ નજર રાખી રહી છે. કારણ કે કોઇપણ સ્થળે ટોળા ભેગા થાય તો તેને તાત્કાલિક ઝડપી શકાય.

પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો પણ સહારો લેવો પડ્યો
ગુસ્સે ભરાયેલા ટોળાને વિખેરવા માટે જરૂરિયાત મુજબ લાઠીચાર્જનો પણ આશરો લેવામાં આવ્યો હતો. પોલીસે ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. ઘટના સ્થળની આસપાસ લગભગ 1,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.