ગુજરાતના રાજકારણમાં હાઇવોલ્ટેજ ડ્રામા : ચેલેન્જ પૂરી કરવા વિધાનસભા આવેલા કાંતિ અમૃતિયા રાજીનામું આપ્યા વગર જ થયા રવાના
મોરબીમાં ભાંગી તૂટી ગયેલા રોડ-રસ્તાના કારણે રાજકારણ ભારે ગરમાયું છે. મોરબીના કાંતિલાલ અમૃતિયા તો પોતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપે અને અહીંથી ગોપાલ ઈટાલિયા લડી, જીતી બતાવેની ચેલેન્જ આપી હતી. ત્યારે આજે રાજીનામાની ચેલેન્જ પૂરી કરવા માટે કાંતિ અમૃતિયા 100 ગાડીના કાફલા અને સમર્થકો સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા ગોપાલ ઇટાલીયાની અડધી કલાક રાહ જોયા બાદ તેઓ ગાંધીનગર વિધાનસભાથી રવા થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મને ગોપાલ ઇટાલિયાએ લડવા માટે આહવાહન કર્યું એટલે હું આવ્યું છે. હું મારા કાગળ લઇને આવ્યો છું, જો ઇટાલિયા આવશે તો હું રાજીનામું આપીશ.

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટલીયા વચ્ચે છેલ્લા કેટલા સમયથી ચેલેન્જ આપવાની રાજનીતિ ચાલી રહી છે. ત્યારે આજે ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો. અમૃતિયાએ ઈટાલિયાને આપેલી ચેલેન્જ ઈટાલિયાએ સ્વીકારી હતી એ રાજકીય પેચ બરોબરનો ફસાયો હતો. ત્યારે ગોપાલ ઇટાલીયાએ આપેલી ચેલેન્જ મુજબ આજે કાંતિ અમૃતિયા રાજીનામાંની ચેલેન્જને પૂરી કરવા માટે 100થી વધુ ગાડીના કાફલા સાથે અને સમર્થકો સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા અને 30 મિનિટમાં જ રાજીનામું આપ્યા વગર વિધાનસભાથી રવાના થઈ ગયા હતા.
તેઓ વિધાનસભા ખાતે પહોંચ્યા બાદ અડધો કલાક સુધી ગોપાલ ઇટાલિયા ત્યાં પોતાનું રાજીનામું મૂકવા આવે તેની રાહ જોશે. જો ગોપાલ ઇટાલિયા રાજીનામું મૂકવા માટે નહીં આવે, તો કાંતિભાઈ અમૃતિયા પણ પોતાનું રાજીનામું આપશે નહીં. તે મુજબ જ તેમણે ગોપાલ ઇટાલીયાની રાહ જોઈ અને 12:15 વાગ્યે ત્યાંથી રવાના થઈ ગયા હતા.
આ પણ વાંચો : રજામાં રાજકોટની 3 સ્કૂલો ચાલુ : યુનીફોર્મનાં બદલે વિદ્યાર્થીઓને ફ્રી ડ્રેસમાં બોલાવ્યાં, ABVPનાં કાર્યકરોએ સ્કૂલો કરાવી બંધ
અમૃતિયાએ સામે ઈટાલિયાને પણ રાજીનામું આપવા કહ્યું તો આપ દ્વારા તો એવો વળતો ઘા કરાયો હતો કે ઈટાલિયાએ તે રાજીનામું આપશે એવું ક્યાં કહ્યું હતું. અમૃતિયાએ ચેલેન્જ આપી એ સ્વીકારી છે એ મુજબ અમૃતિયા રાજીનામું આપે. સ્થાનિક મુદ્દાઓને લઈને આ રાજકારણ ગરમાયું હતું એક કહેવત છે કે ન બોલાયેલા શબ્દોના બાદશાહ અને ઉતાવળે બોલાયેલા શબ્દોમાં ક્યારેક મુશ્કેલી થઈ પડે છે ત્યારે શું આ કહેવત અને આ ચેલેન્જ ગોપાલ ઇટાલીયા પર જ ભારી પડશે કે કેમ આવું મોરબીના રાજકીય ગલિયારામાં ચર્ચાઇ રહ્યું છે.