હેલમેટ ફરજિયાત : ટૂ-વ્હીલર લઇને જતા સરકારી કર્મચારીઓ આવતીકાલથી હેલ્મેટ વગર ઓફિસે પહોંચ્યા તો દંડાશો
- આવતીકાલે 11 ફેબ્રુઆરી 2025થી ગુજરાત રાજયના તમામ સરકારી કચેરીઓના પ્રવેશ દ્વાર પાસે ટ્રાફીક પોલીસમે ચેકીંગ કરવા ડીજીપીની સૂચના
- ટ્વીટર(X)માં પોસ્ટ કરીને કહ્યું કે તમામ કર્મચારી હેલમેટ પહેરવાની પ્રતિજ્ઞા લો
ગુજરાતમાં હેલમેટના નિયમનું સઘન પાલન કરવામાં આવે તે માટે ગુજરાત પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે 11 ફેબ્રુઆરી 2025થી એટલે કે આવતીકાલથી સરકારી કર્મચારીઓ માટે હેલમેટ ફરજીયાત કરવામાં આવ્યું છે. આવતીકાલથી રાજ્યની તમામ સરકારી કચેરી બહાર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. કચેરીના પ્રવેશ દ્વાર પાસે ટ્રાફિક પોલીસના જવાનો તેનાત રહેશે અને ડેલમેટ ફરજિયાતના નિયમનું પાલન નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત પોલીસ દ્વારા આજે બહાર પાડવામાં આવેલી જાહેરનામા અનુસાર, ગુજરાત રાજયના તમામ સરકારી અધિકારી/કર્મચારીઓ રાજયના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે.

ગુજરાત રાજયમાં હેલમેટના નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય. ગુજરાત રાજયમાં હેલમેટના નિયમનો અમલ રાજયના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે આવતીકાલે 11 ફેબ્રુઆરી 2025થી ગુજરાત રાજયના તમામ સરકારી કચેરીઓના પ્રવેશ દ્વાર પાસે ટ્રાફીક પોલીસનું ડીપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા સુચના છે. અત્રેની કચેરીના સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક દ્વારા આ કામગીરી ઉપર રોજે રોજ સુપરવિઝન અને મોનીટરીંગ રાખવા અને થયેલ કાર્યવાહીથી અમોને સમયાંતરે માહિતગાર કરવા સૂચના આપવામાં આવે છે
ડીજીપીએ ટ્વીટર(X)માં પોસ્ટ કરી
ગુજરાતના ડીજીપીએ ટ્વીટર(X)માં પોસ્ટ કરીને જણાવ્યું છેકે, ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ, રાજ્યના જવાબદાર નાગરિકો તરીકે, તમે બધા બીજાઓ માટે રોલ મોડેલ બનવાની અપેક્ષા રાખો છો. આજે તમે બધા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની, ખાસ કરીને હેલમેટ પહેરવાની પ્રતિજ્ઞા લો તો હું આભારી રહીશ. આવતીકાલથી તમામ પોલીસ એકમોને પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. કૃપા કરીને સહયોગ આપો.