ગાંધીનગર
હાઇકોર્ટે દાખવેલી કડકાઈ બાદ રાજ્ય સરકારે તેના તમામ કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવો ફરજિયાત બનાવ્યો છે. સરકારે આ સંદર્ભે એક પરિપત્ર પણ બહાર પાડી દીધો છે અને આ આદેશનો તાકીદે અમલ કરવા જણાવ્યું છે.
આ પરિપત્ર અનુસાર, રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ કે જે ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે તેમણે તથા પાછળ બેસતા વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત છે. આ પરિપત્રમાં એમ પણ જણાવાયું છે કે, હેલ્મેટ વગર કચેરીએ આવનારા કર્મચારી-અધિકારીને પ્રવેશ આપવામાં નહી આવે.