અમરેલીના વડીયા પંથકમાં ભારે વરસાદ : કમોત્રી નદીના ધસમસતા પ્રવાસમાં ગાયો તણાઇ, જુઓ વિડીયો
મેઘરાજાએ વિદાય વેળાએ ભાદરવામાં મહિનામાં નવો વરસાદી રાઉન્ડ શરૂ કર્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે અમરેલીના વડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો જેના પગલે વડીયાના સૂરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલાયા છે. ડેમના દરવાજા ખોલતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
અમરેલી જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા હોય તેમ જિલ્લાના વાડિયામાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. વડિયાના સૂરવો ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેના કારણે ડેમના 3 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારના ગામડાના લોકોને નદીની નજીક અવરજવર ન કરવા સાવચેત કરાયા હતા. આ ઉરરાંત ભારે વરસાદને પગલે ઉજળા ગામની કમોત્રી નદીના ધસમસતા પ્રવાહમાં 6થી 7 ગાયો તણાઈ હતી.
ગુજરાતમાં બપોર સુધીના વરસાદના આંકડા
1 ઇંચથી ઉપરનો વરસાદ
રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વરસાદ નર્મદા જિલ્લાના સાગબરામાં 3.82 ઇંચ પડ્યો છે. તેમજ ચૂડામાં 2.44 ઇંચ, ઉમરપાડામાં 2.09 ઇંચ, ખેડામાં 2.01 ઇંચ, નડિયાદમાં 1.97 ઇંચ, પારડીમાં 1.85 ઇંચ, વલસાડમાં 1.65 ઇંચ, દસક્રોઈમાં 1.61 ઇંચ, મહેમદાબાદમાં 1.50 ઇંચ, વઢવાણમાં 1.38 ઇંચ, જસદણમાં 1.26 ઇંચ, રાણપુરમાં 1.22 ઇંચ, લીંબડીમાં 1.22 ઇંચ, કુંકાવાવમાં 1.14 ઇંચ, સાયલામાં 1.10 ઇંચ અને બાબરામાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો છે.
0.5થી 1 ઇંચ વરસાદ
ધોલકામાં 0.91 ઇંચ, બાવલામાં 0.91 ઇંચ, ડેડિયાપાડામાં 0.87 ઇંચ, ખેરગામમાં 0.87 ઇંચ, ભેંસણમાં 0.87 ઇંચ, ઉંચ્છલમાં 0.79 ઇંચ, નિઝારમાં 0.79 ઇંચ, રાજુલામાં 0.79 ઇંચ, વાસંદામાં 0.71 ઇંચ, ગોંડલમાં 0.67 ઇંચ, ગીર ગઢડામાં 0.59 ઇંચ, ચિખલીમાં 0.55 ઇંચ, વિસાવદરમાં 0.55 ઇંચ, કુતિયાણામાં 0.51 ઇંચ, ચોટીલામાં 0.51 ઇંચ, ઉંનામાં 0.51 ઇંચ અને મહુવામાં 0.51 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
મહારાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યેલો અલર્ટ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.