ફટાકડા હવાઈ જશે! સૌરાષ્ટ્રમાં ચાર દિવસ માવઠાની આગાહી : અમરેલી, ભાવનગર સહિત આ જિલ્લાઓમ ઝાપટા વરસવાની શક્યતા
રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાય સાથે જ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી દીપાવલીના પર્વની શૃંખલા શરૂ થવાની સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહીથી દિવાળીએ ભેજ વાળા વાતાવરણમાં ફટાકડા હવાઈ જવાના સંજોગો ઉભા થયા છે.
આ પણ વાંચો :ભારે કરી! પ્લેન રિપેર કરનારો એન્જિનિયર બન્યો તસ્કર, લોકો માથું ખંજવાળવા માટે મજબૂર બની જાય તેવો ચર્ચાસ્પદ કિસ્સો
ઓણસાલ દિવાળીએ નવા વર્ષમાં ધોકાનુ ગ્રહણ છે ત્યારે રોશનીના પર્વ દિપાવલીમાં હવામાન વિભાગે ફટાકડા ફોડવાના રસિકો માટે ચિંતાજનક આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા.17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર એટલે કે, દિવાળીના દિવસે પણ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે.
આ પણ વાંચો :IND vs WI : દિલ્હી ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાની 7 વિકેટે જીત, વેસ્ટ ઇન્ડીઝને ક્લીન સ્વીપ કર્યું, બીજી ઇનિંગમાં રાહુલની ફિફટી
આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ઉપરાંત ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પણ કમોસમી વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, હાલમાં રાજ્યમાં મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, સવારે ઠંડી અને બપોરે ગરમી વચ્ચે આગામી 17મીથી કમોસમી વરસાદની આગાહી તહેવારોમાં વિઘ્ન બનશે.
