હૃદયદ્રાવક ઘટના : નાણાવટી ચોક પાસે RMC ક્વાર્ટરમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં 4 વર્ષના બાળકનું મોત
રાજકોટ શહેરમાં જંગલેશ્વર બાદ નાણાવટી ચોકના આર.એમ.સી ક્વાટરમાં પાણીના ટાંકામાં ડૂબી જતા બાળકના મોતની વધુ એક ઘટના સામે આવી છે. 4 વર્ષીય રમતાં-રમતાં ગુમ થાય ગયા બાદ પરિવારે શોધખોળ આદરતા 30 મિનિટ બાદ બાળકનો મૃતદેહ ટાંકામાં તરતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો :રાજકોટમાં મુખ્યમાર્ગો, સર્કલોએ ઉભી રહેતી રિક્ષાઓ બસો, વાહનો બને છે ‘ટ્રાફિક સમસ્યા સર્જક’ : ટ્રાફિક સ્ટાફ ફોનમાં વ્યસ્ત
બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ તપાસ હાથ ધરી છે. 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક નજીક આવેલ આર.એમ.સી કક્વાટરમાં રહેતા અને રીક્ષા ચાલક રાહુલભાઈ અઘારાનો 4 વર્ષીય પુત્ર પ્રતીક સવારે 10 વાગ્યા આસપાસ બાળકો સાથે બહાર રમી રહ્યો હતો ત્યારે આચનક તે ગાયબ થઈ જતાં પરિવાર તેમજ પાડોશી દ્વારા બાળકની શોધ ખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચો :હૃદયદ્રાવક ઘટના : નાણાવટી ચોક પાસે RMC ક્વાર્ટરમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં 4 વર્ષના બાળકનું મોત
દરમિયાન આશરે 30 મિનિટ બાદ રાહુલભાઈને ઘર પાસે આવેલ ભો ટાકામાં પુત્ર તરતો જોવા મળ્યો હતો. તુરંત જ પરિવારે બાળકને બહાર કાઢી બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં તબીબોએ બાળકને મૃત જાહેર કરી ઘટના અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો, મૃતક પ્રતીક બે ભાઈમાં નાનો હતો. ત્યારે માસૂમ બાળકના મોતથી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે! પોલીસે પણ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
