સુરેન્દ્રનગરમાં જિલ્લા હોમગાર્ડઝ કચેરીનો હેડ ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો : ACBની સફળ ટ્રેપ,₹3,000 માંગનાર હેડ ક્લાર્કને રંગેહાથ ઝડપ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા યોજી જિલ્લા હોમગાર્ડઝ કચેરીના હેડ ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામા હોમગાર્ડ તરીકે તેમજ સાથે સાથે જિલ્લા હોમગાર્ડઝ કચેરી, સુરેન્દ્રનગરના સરકારી વાહન પર આઉટસોર્સ આધારિત ડ્રાઈવર તરીકે ફરજ બજાવનાર કર્મચારીએ અંબાજી મેળા દરમ્યાન હોમગાર્ડ કમાન્ડર સાથે સરકારી વાહન ઉપર ડ્રાઈવર તરીકે ફરજ બજાવી હતી. ડબલ શિફ્ટમાં ફરજ બજાવેલ હોવાથી બંને પગાર મળ્યા હતા.
આ પગાર પૈકી મળેલ માનદ વેતન મંજુર કરાવ્યું હોવાનું કહી, આરોપી વિજયભાઈ સોમાભાઈ પરમાર સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરીના હેડક્લાર્ક વિજય સોમાભાઈ પરમાર દ્વારા ફરીયાદી પાસેથી સાત દિવસના પગારના રૂ. 3,178/- માંથી રૂ. 3,000/- લાંચ તરીકે માંગવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :India T20 World Cup Squad: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બહાર, ઇશાન કિશનની સરપ્રાઈઝ એન્ટ્રી
ફરીયાદીએ લાંચ આપવી ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એ.સી.બી. રાજકોટ એકમનાં મમદનીશ નિયામક કે. એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસીબી પીઆઇ એમ. ડી. પટેલ તથા ટીમ દ્વારા 19/12/2025ના રોજ જિલ્લા હોમગાર્ડઝ કચેરી, સુરેન્દ્રનગર ખાતે ટ્રેપ ગોઠવવામા આવી હતી.
ટ્રેપ દરમિયાન આરોપી વિજય પરમારે ફરીયાદી પાસેથી રૂ. 3,000/-ની લાંચ સ્વીકારી હતી. તરત જ એ.સી.બી.ની ટીમે સ્થળ પર જ આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ગઈકાલે તા. 18ના રોજ નખત્રાણામા સફળ ટ્રેપ બાદ 24 કલાકમાં ફરી સુરેન્દ્રનગરમાં વધું એકને લાંચ લેતા પકડી પાડ્યો છૅ.
