હર હર મહાદેવ… સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રિ પર્વનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગમાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
વિશ્વ પ્રસિદ્ધ-ભારતના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સૌરાષ્ટ્ર સાગરતટે સોમનાથ-પ્રભાસ પાટણ ખાતે દેવાધિદેવ શિવના મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે સતત કાર્યક્રમોના આયોજન મુજબ મહાશિવરાત્રીએ સવારે 4 વાગ્યે દર્શનાર્થીઓને દર્શન માટે ખુલશે જે બીજે દિવસે એટલે કે તારીખ 26 ના રોજ સવારે ખુલેલું સતત બંધ થયા વગર તારીખ 27 ના રાત્રીના 10 સુધી દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે.
આજે મહાશિવરાત્રિનો અવસર છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદીરે શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારે પ્રાતઃ આરતી અને શણગારના દર્શન કરીને ભાવિક ભક્તો ધન્ય બન્યા હતા.
હરહર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજ્યુ
સોમનાથ મંદિરના મંદિર ટ્રસ્ટ અને પોલિસ તંત્રે ચુસ્ત બંદોબસ્ત અને ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હરહર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથમાં ભકતોનુ ઘોડાપુર જોવા મળ્યું હતું.
મહાશિવરાત્રિ એટલે ભગવાન ભોળાનાથને પુજવાનો ઉત્તમ દિવ
મહાશિવરાત્રિ એટલે ભગવાન ભોળાનાથને પુજવાનો ઉત્તમ દિવસ છે. પવિત્ર શ્રાવણ માસ પછી મહાશિવરાત્રી પર્વમાં ભગવાન શિવના ભક્તો દ્વારા વિવિધ પ્રકારની પુજા તેમજ અભિષેક કરવામાં આવતાં હોય છે. ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વની ઉત્સાહપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી છે.
સોમનાથ શિવરાત્રી પ્રહર પૂજા આરતી તારીખ 26 ના રાત્રે 8/45 અને આરતી રાત્રે 9/30 તથા જ્યોત પૂજન, બીજા પ્રહર પૂજા રાત્રે 11 વાગ્યે અને આરતી રાત્રે 12/30 વાગ્યે, ત્રીજા પ્રહર પૂજા રાત્રે 2/45 કલાકે અને આરતી રાત્રે 3/30 કલાકે, આમ જોઈએ તો તારીખ 26 અને 27 ફેબ્રુઆરીના એમ બે દિવસમાં પૂજા-આરતી રહેશે.