ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર : બોર્ડની વેબસાઇટ પર મુકાઇ
ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર કરાઈ છે. 23 માર્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષા બાદ ગણિત, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનનાં પ્રશ્નપત્ર સેટ નંબર એક થી વીસ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી મીડીયમ ના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલી આન્સર કી બોર્ડની વેબસાઈટ પર મુકાય છે.
ગણિત, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રોવિઝનલ આન્સર કી માં કોઈ ફેરફાર થયો નથી તેથી તે વિષયોની પ્રોવિઝનલ આન્સર કી ફાઇનલ આન્સર કી રહેશે.
જેથી ગુજકેટ સંબંધિત શિક્ષકો આચાર્યો અને વિદ્યાર્થીઓએ નોંધ લેવા માટે રાજકોટનાં ડી.ઈ.ઓ.એ જણાવ્યું હતું. આગામી ટૂંક સમયમાં એટલે કે એપ્રિલના અંત સુધીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવવાની શક્યતા બોર્ડના અધિકારીઓએ વ્યક્ત કરી હતી. બોર્ડના પરિણામ બાદ ગુજકેટનું પરિણામ જાહેર થશે.