મહાકુંભમાં ગયેલા ગુજરાતીઓ સુરક્ષિત
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ડૂબકી લગાવવા અમદાવાદથી જીએસઆરટીસીની વોલ્વો બસમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ પહોંચ્યા છે. મહાકુંભમાં ગયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાની વાત સામે આવી છે. મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય બની ગઈ છે,સરકારી વોલ્વોમાં કુંભમાં ગયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે તેમને કોઈ તકલીફ પડી નથી. 27મી ફેબ્રુઆરીએ નીકળેલી પહેલી બસ સવારે 5 કલાકે પહોંચી ગઈ હતી. . સરકારી તંત્ર ત્યાંની પરિસ્થિતિ મુજબ વ્યવસ્થા કરશે,સાથે સાથે વધુ ભીડ હોય તો બસના યાત્રિઓને હોલ્ટ કરાશે તેમજ હાલ ગુજરાતથી જતી એસ.ટી.ની બસના રૂટ યથાવત રાખવામાં આવ્યા છે.

એસ.ટી.નાં ડેપો મેનેજરે તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી હતી. મુખ્યમંત્રીએ જે બે બસોને લીલી ઝંડી આપીને રવાના કરી હતી તે બંને બસોના પ્રવાસીઓએ સંગમ પર સ્નાન કરી લીધું છે અને સુરક્ષિત છે. ગીતામંદિરથી ત્રીજી બસ જે ઉપડેલી હતી તે પણ પ્રયાગરાજ પહોંચી છે. તમામ મુસાફરો માટે ગુજરાત ટુરીઝમ દ્વારા અને ગુજરાત એસટી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.