વિયેટનામ હોટલ ઇન્ડસ્ટ્રીઝના બ્રાન્ડ એમ્બેસેડર બનતાં ગુજરાતી વેપારી હિરેન ગાંધી
હવેથી વિયેટનામમાં ફાફડા,ખમણ, ઢોકળાં ,પુરી અને શાકનો સ્વાદ મળશે…
મરી-મસાલાના જાણીતા બિઝનેસમેનએ ગુજરાતને અપાવ્યું ગર્વ:22,000 ડોલર સાથે નિયુક્ત કરાયાં, રાજધાની હનોઈના મેનુંમાં ગુજરાતી ફૂડને સ્થાન: બંને દેશના વેપાર સમુદાય માટે વિકાસની તક
વિયેટનામમાં હવેથી ફાફડા,ખમણ, ઢોકળાં ,પુરી અને શાકનો સ્વાદ પ્રવાસીઓને મળશે… એટલું જ નહીં દરેક સીઝનલ સ્વીટ પણ ખાઈ શકશે..વિશ્વના નકશામાં આપણું ગુજરાત ફરી એક વખત ગર્વ સાથે ચમક્યું છે,ગુજરાત અને વિયેટનામના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના જાણીતા વેપારી હિરેન ગાંધીને વિયેટનામની હોટલ ઇન્ડસ્ટ્રીઝના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયા છે. ટુર અને ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝના વિયેટનામના હોટલ ઉધોગે નવો પ્રયાસ કર્યો છે.
હવે ગુજરાતથી ફરવા જનાર ટુરિસ્ટોને વિયેટનામની દરેક હોટલો અને રેસ્ટોરન્ટમાં પૂરી શાકભાજી ગુજરાતની તમામ વાનગીઓનો સ્વાદ માણી શકશે, ગુજરાતની સ્પાઇસીસ બિઝનેસમાં મોટું નામ ધરાવતા અને ટ્રેડ કમ્યુનિટી સાથે સંકળાયેલા હિરેન ગાંધીએ ‘વોઇસ ઓફ ડે’ સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરી હતી.
તેમના જણાવ્યા અનુસાર વિયેટનામની રાજધાની હનોઈમાં આવેલી રેસ્ટોરન્ટ ,હોટલ અને રિસોર્ટ ચેઇન ‘ નમસ્તે હનોઈ’ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દોઢ વર્ષ માટે તેમને 22,000 ડોલર ચુકવશે. આ ઉપરાંત તેમને આ દોઢ વર્ષ દરમિયાન આઠ વખત વિવિધ ક્ષેત્રના ટ્રેડના અગ્રણીઓ તેમજ ટુરિસ્ટ સાથે વિયેટનામ ની સફર કરી વેપાર ક્ષેત્રે બંને દેશો વચ્ચેના સંબંધ મજબૂત બનાવવા માટે મદદરૂપ થશે.
તેના માટે ખાસ કાફેટ એરિયા બનાવાયો છે જ્યાં બંને દેશના ડેલીગેશન ચર્ચા વિચારણા અને મંત્રણા કરી શકશે. હિરેન ગાંધી ના પ્રયાસોથી નમસ્તે હનોઈના મેનુમાં ગુજરાતી ફૂડને સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને હવે અહીંની હોટલોમાં ગુજરાતી સ્વાદ સાથેની પૂરી શાક ની વાનગી પીરસાસે.
અત્યાર સુધીમાં નમસ્તે હનોઈમાં દર રવિવારે ગુજરાતી તથા ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે હિન્દુ સંસ્કૃતિની ઝલક અને ખાસ કરીને મંદિરોની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવે છે, જે વિદેશી ભૂમિ પર ભારતીય પરંપરા અને ભાવનાને જીવંત રાખે છે, 15 વર્ષથી હિરેન ગાંધીએ વિયેટનામ એમ્બેસી સાથે મળી ભારતીય બજારના વેપારીઓ માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યા છે તો તાજેતરમાં અમદાવાદથી સીધી વિયેટનામની ફલાઇટ સેવા શરૂ કરવામાં તેમનું યોગદાન રહ્યું છે.