ગુજરાત બજેટ 2025 : ગૃહ વિભાગ માટે રૂ. 12659 કરોડની જોગવાઈ, કોને શું મળ્યું ?? વાંચો
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. જેમાં ગૃહ વિભાગ માટે કુલ ₹12659 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે.
- ગૃહ વિભાગ માટે કુલ ₹૧૨:૫૯ કરોડની જોગવાઈ
- રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ગીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે.
- રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિકયુરિટી અને સાથબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે ૧૧૮૬ નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹૨૯૯ કરોડની જોગવાઈ.
- રાજ્યની વિશિષ્ટ પોલીસ ટુકડીઓ જેમકે BDDS ટીમ, QRT(Quick Response Team) ટીમ, SDRF (State Disaster Response Force) કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે ₹૬3 કરોડની જોગવાઈ.
- સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે એક ભારત, શ્રેષ્ઠ ભારત” વિઝનની ઉજવણી માટે ₹૧૦ કરોડની જોગવાઈ.
- રાજ્યના તમામ બાકી રહેતા ૨૪ જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ. કરવા માટે ₹૩૦ કરોડની જોગવાઈ.
- એન્ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ(ANTF) માટે ₹૨૩ કરોડની જોગવાઈ.
- રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ માટે ₹૪૪ કરોડની જોગવાઈ.
- રાજ્યમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા ૧૩૯૦ નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹૬૩ કરોડની જોગવાઈ.
- રાજ્યમાં પોલીસ ખાતાના રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોના બાંધકામ માટે ૨૯૮૨ કરોડની જોગવાઈ.
- વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે ૨૨૧૭ કરોડની જોગવાઇ.
- વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે.
- કાયદા વિભાગ માટે કુલ ૨૨૬૫૪ કરોડની જોગવાઈ
- દરેક વ્યક્તિને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે.
- વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરાત માટે ₹૩૦૮ કરોડની
- શાચિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકના મકાનો માટે ₹૧૬૫ કરોડની જોગવાઈ.
- હાઇકોર્ટના ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઈઝેશન અને ડિઝિટાઈઝેશન માટે ૨૨૮ કરોડની જોગવાઈ.
