ગુજરાત બજેટ 2025 : ગરીબો પર સરકાર મહેરબાન, 75 લાખ કુટુંબને ફ્રીમાં અનાજ અપાશે, અન્ન-નાગરિક પૂરવઠા વિભાગ માટે શું શું જોગવાઈ ?
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. જેમાં ગરીબ વર્ષને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓની સાથે કલ્યાણલક્ષી કામો કરવાની વાત કરી છે.
અન્ન, નાગરિક પૂરવઠા વિભાગ માટે ૨૭૧૨ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. દર મહિને જરૂરિયાતમંદ પરિવારને અનાજ મળી રહે તે માટે ૭૫ લાખ પરિવારોને અનાજ આપવા ૬૭૫ કરોડ ફાળવાયા છે. આ ઉપરાંત નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) લાભાર્થી પરિવારને વર્ષમાં બે વખત રાહતદરે ખાદ્યતેલ આપવા માટે ૧૬૦ કરોડ ફાળવાશે તો એનએફએસએ રેશનકાર્ડ ધારકોને પ્રોટિનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ૭૬૭ કરોડના ખર્ચે તુવેર દાળ અને ચણાનું વિતરણ કરવામાં આવશે.

અન્ન-નાગરિક પૂરવઠા વિભાગ માટે શું શું જોગવાઈ ?
- આયર્ન-આયોડિનયુક્ત મીઠાના વિતરણ માટે ૫૧ કરોડ
- અનાજ સંગ્રહ માટે ૫૧ ગોડાઉન બનાવાશે
- નાગરિક પૂરવઠા નિગમના ગોડાઉન માટે ૭૦ કરોડની જોગવાઈ
- બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે માટે લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહન બોનસ ચૂકવ